નાગરિકતા સંશોધન કાયદો 2019 અને નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનાં મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “દેશનાં મુસલમાનોને આને લઇને ભરમાવવામાં આવી રહ્યા છે. સીએએ અને એનઆરસીને લઇને લોકોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે, “લોકોમાં અફવા ફેલાવવામાં આવી રહી છે કે દેશનાં મુસલમાનોને મુસ્લિમ ડિટેન્શન કેમ્પમાં મોકલી દેવામાં આવશે.” આના પર પીએમ મોદીએ કહ્યું કે, “એવું કંઇ નથી અને આ તમામ જૂઠ છે…જૂઠ છે…જૂઠ છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કૉંગ્રેસ અને તેના સાથી અર્બન નક્સલી એનઆરસી પર દેશનાં મુસલમાનોને ડિટેંશન સેન્ટરનો ડર બતાવી રહ્યા છે, જ્યારે તેમની સરકાર બન્યા બાદ આજ સુધી એનઆરસી શબ્દની ક્યારેય ચર્ચા પણ નથી થઈ.” તેમણે કહ્યું કે, “ડિટેન્શન સેન્ટરમાં મોકલવાની વાત તો દૂર, દેશમાં ડિટેન્શન સેન્ટર છે જ નહીં.” પીએમ મોદીએ કહ્યું કે, “કૉંગ્રેસ વૉટ બેંક માટે ભાગલા પાડવાની રાજનીતિ કરતી આવી છે. તે સત્તાથી દૂર છે તો તેણે ફરી પોતાનું જૂનુ હથિયાર નીકાળ્યું છે.”
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં બુદ્ધિજીવીઓનાં એક ખાસ વર્ગને પણ ફટકાર લગાવી. તેમણે કહ્યું કે, “જે અર્બન નક્સલને લાગે છે કે તેઓ ભારતનાં ભાગ્ય વિધાતા છે, તેમને જનતાએ નકારી દીધા તો બૌખલાઈ જઈને દેશને વહેંચવા પર આવી ગયા છે.” મોદીએ કહ્યું કે, “જૂઠ વેચનારા, અફવા ફેલાવનારાઓને ઓળખવાની જરૂર છે. આમાં બે પ્રકારનાં લોકો છે. તેમની રાજનીતિ દશકો સુધી વૉટ બેંક પર આધારિત રહી છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.