CAA મામલે શંકરસિંહ વાઘેલા આકરા પાણીએ, કેન્દ્ર અને ગુજરાત સરકાર પર રોષે

CAA નાગરિક્તા સંશોધન એક્ટ મુદ્દે હાલમાં દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ચોતરફ આ કાયદાને લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આ કાયદાનો શખત વિરોધ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા આ બિલના વિરોધમાં જ અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પોલીસ અને પબ્લિક વચ્ચે ખુબ જ ઘર્ષણ થયુ હતું જેમા ગણા પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. આ કાયદા અંગે મોટા મોટા દિગ્ગજ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે નાગરિક્તા સંશોધન એક્ટ મામલે શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.

CAA મામલે શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. અને જણાવ્યું કે, સરકાર પોતાના માર્કેટિંગ માટે આ બિલને લઇ આવી છે. અમે હિન્દુ છીએ અને તેના માટે અમને સર્ટીફિકેટની જરૂર નથી, ભાજપનું ક્લાઈમેક્સ હવે પુરૂ થયું છે હવે આ સરકાર નહીં ચાલે. દેશની ઈકોનોમી મજબૂત થાય તે જરૂરી છે, આ અણધણ વહીવટ છે.

વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, CAA પાછળ દેશમાં બેઠેલી આયોજન વગરની સરકાર ખોટી છે અતિ મહત્વશીલ સરકાર જવાબદાર છે. ત્યાં જ તેમણે સવાલો કર્યા કે, કલમ 370 હતી તો શું, રામ મંદિર હતું કે નહીં કોઈ ફરક નથી પડતો. આજે કાશ્મીરની હાલત શુ છે ઉપરવાળાને ખબર. રામ મંદિરથી દેશની પ્રજાને રોટલી ઘરે નહીં મળે. દેશની ઇકોનોમી મજબૂત થાય તે જરૂરી છે સરકારે તેના પર કામ કરવું જોઇએ. આવા અણધણ નિર્ણયો ન કરવા જોઇએ.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.