પાકિસ્તાનના વિદેશ વિભાગે રજૂ કરેલા નિવેદનમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ માટે વીઝા નીતિમાં કોઇ ફેરફાર કરાશે નહીં. પાકિસ્તાનના વિદેશ વિભાગની આ પ્રતિક્રિયા મીડિયામાં આવેલા એ સમાચારો બાદ આવ્યા છે જેમાં કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ માટે વીઝા નીતિમાં ફેરફાર કર્યા છે.
નિવેદનમાં કહ્યું છે કે આ સંબંધમાં આવેલા સમાચારો પાયાવિહોણા અને અસત્ય છે. પાકિસ્તાન હાઇકમિશન સરકારની નીતિ અને ભારત-પાકિસ્તાનની વચ્ચે દ્વિપક્ષીય કરારના અનુરૂપ જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને વીઝા આપવાનું ચાલુ રાખશે. તેમાં કોઇ ફેરફાર કરાયો નથી.
વિદેશ વિભાગે એમ પણ કહ્યું કે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગ ક્ષેત્રના રહેવાસીઓને વીઝા રજૂ કરવા દરમ્યાન પાંચમી ઑગસ્ટના રોજ ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરનો સ્પેશ્યલ દરજ્જો ખત્મ કરવા અને કલમ-370 હટાવાના નિર્ણય બાદ ઉત્પન્ન સ્થિતિને પણ ધ્યાનમાં રખાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.