કેન્દ્રિય ગૃહમંત્રી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહે ઝારખંડમાં પાર્ટીની હાર સ્વીકાર કરતા જનતાનો 5 વર્ષ સેવા કરવાનો અવસર આપવા માટે આભાર માન્યો. બીજેપીને અહીં મુક્તિ મોરચા-કૉંગ્રેસ અને આરજેડી ગઠબંધનની સામે હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી રઘુવર દાસ હજુ પણ અંતિમ પરિણામોની રાહ જોઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જો બીજેપી હારે છે તો આ નિશ્ચિત રીતે તેમની હાર હશે.
અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ‘અમે ઝારખંડની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. બીજેપીને 5 વર્ષ સુધી સેવા કરવાની જે તક આપી હતી તેના માટે અમે જનતાનો હ્રદયથી આભાર માનીએ છીએ. બીજેપી સતત પ્રદેશનાં વિકાસ માટે કટિબદ્ધ રહેશે. તમામ કાર્યકર્તાઓને તેમનાં અથાગ પ્રયત્ન માટે અભિનંદન.’ ઉલ્લેખનીય છે કે અમિત શાહે ઝારખંડ ચૂંટણીમાં અનેક રેલીઓને સંબોધિત કરી.
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા છે. સાથે સાથે તેમણે ઝારખંડનાં લોકોનો પણ આભાર માન્યો છે. તેમણે પાર્ટીનાં કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે અને કહ્યું છે કે ઝારખંડની મૂળ સમસ્યાઓ પર કામ કરતા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.