પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ છોકરીનું જબરદસ્તી ધર્મ પરિવર્તન બાદ લગ્ન!, ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાંક સમયથી હિન્દુ અને શિખ છોકરીઓના અપહરણ બાદ ધર્મ પરિવર્તન કરાવીને જબદસ્તી લગ્નની ઘટનાઓ થોભવાનું નામ લઇ રહી નથી. કરાચીના ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA) વિસ્તારમાંથી 13 ડિસેમ્બરના રોજ ગુમ 22 વર્ષની છોકરી મહક કેસવાનીને લઇ પણ આવી જ આશંકા વ્યકત કરાઇ છે. સોશિયલ મીડિયા પર મહેકનો એક વીડિયો આવ્યા બાદ આવી આશંકાઓને બળ મળ્યું છે.

વીડિયો આવ્યો હતો સામે

આ વીડિયોમાં મહેકને કહેતા સાંભળી શકાય છે કે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી એક મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી લીધા છે. મહેકે પોતાનું નામ મહક ફાતિમા બતાવ્યું છે. વીડિયોમાં પોતાના કથિત પતિ અશરની સાથે બેઠેલી દેખાતી મહક એ કહેતી સંભળાય છે કે હું મહક ફાતિમા, પોતાની મરજીથી ઇસ્લામ કબૂલ કર્યો છે અને પોતાના ક્લાસમેટ મોહમ્મદ અશરની સાથે લગ્ન કરી લીધા છે. હું સ્કૂલના સમયથી ઇસ્લામથી પ્રભાવિત હતી. સમયની સાથે મારી ઇસ્લામમાં દિલચસ્પી વધતી ગઇ અને મેં ઇસ્લામ શીખવાનું શરૂ કરી દીધું. આ મારા ઘરવાળાઓને પસંદ નહોતું. તેમણે મને યુનિવર્સિટી જવાની ના પાડી દીધી.

હિન્દુ સમુદાયે મારા પર જુઠ્ઠો આરોપ મૂકયો

મહક વીડિયોમાં એ પણ કહી રહી છે કે તેના માતા-પિતા તેને ભારત લઇ ગયા અને તેના લગ્ન કરવા માંગતા હતા. મહકના મતે તેના ઘરવાળા ઇચ્છતા નહોતા કે પાકિસ્તાનમાં રહે અને મુસ્લિમો સાથે સંવાદ કરે. મહકના મતે તેણે માતા-પિતાની ના પાડી દીધી કે તે ભારતમાં રહેવા માંગતી નથી તો પેરેન્ટસ તેને પાકિસ્તાન પાછી લઇ આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.