આજે ગુજરાતમાં CAAના સમર્થનમાં ભાજપની 62 સ્થળે રેલી, જાણો કયા દિગ્ગજ નેતા કયા રેલી કરશે?

ગુજરાતમાં નાગરિકતા સંશોધન કાયદા- CAAના સમર્થનમાં મંગળવારે ભાજપ ૬૬ સ્થળે રેલી યોજીને સભાનું આયોજન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદમાં સાબરમતી આશ્રમે, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી વડોદરામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં CAAના સમર્થનની રેલીઓને સંબોધશે તેમ પ્રદેશ ભાજપ તરફથી જાહેર કરાયંુ છે.

CAAના વિરુદ્ધમાં રાજ્યમાં વિતેલા એક સપ્તાહથી ચાલી રહેલા આંદોલનો શાંત થયા બાદ રવિવારે પ્રદેશ ભાજપે હાઈલેવલ બેઠક યોજી હતી. અમદાવાદના શાહઆલમમાં વિરોધ આંદોલનમાં થયેલી હિંસા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. એટલું જ નહી, CAAના કાયદા અંગે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા હતા.

ભાજપની રવિવારની બેઠકમાં જ CAA સંદર્ભે નાગરિકો સમક્ષ સાચી હકીકત રજૂ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવાનું નક્કી થયંુ હતું. બીજા જ દિવસ સોમવારે ભાજપે નાગરિક સમિતિઓના નામે ૬૨ શહેરોમાં મંગળવારની રેલી માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી મેળવી છે.

આ સભાઓને મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો, પ્રદેશ અધ્યક્ષ સમેત ભાજપના હોદ્દાદારો, બોર્ડ-નિગમના પદાધિકારીઓ સંબોધશે. CAAના સમર્થનમાં રેલી-સભા માટે ભાજપે જાહેર કરેલા કાર્યક્રમોમાં કેબિનેટમંત્રી આર.સી.ફળદુ, ઈશ્વર પરમાર, જવાહર ચાવડા સહિત અનેક મંત્રીઓનો ઉલ્લેખ કર્યો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.