મોદી સરકારની ડિજિટલ ઈન્ડિયા અભિયાનને મોટો ઝટકો લાગી શકે છે. એસોસિયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઓફ ઈન્ડિયા (AHPI)એ પીએમ ઓફિસને કેશલેશ ઈલાજને લઈને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, દેશની હેલ્થકેર ઈન્ડસ્ટ્રી સંકટમાંથી પસાર થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, દેશભરનાં અનેક હોસ્પિટલોએ સરકારને ચેતવણી આપતાં કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર 30 દિવસની અંદર તેમનાં બાકીનાં લેણા નથી ચૂકવી દેતી તો તે સેન્ટ્રલ ગ્રૃપ હેલ્થ સ્કીમ અને એક્સ સર્વિસમેન હેલ્થ સ્કીમ માટે પોતાની સેવાઓ બંધ કરી દેશે. જણાવી દઈએ કે, આ સ્કીમ હેઠળ કવર થનાર દર્દીઓને કેશલેશ ઈલાજ આપવામાં આવતો હતો. આ હોસ્પિટલોને સરકાર પાસેથી લગભગ 700 કરોડથી પણ વધારે રૂપિયા લેવાના નીકળે છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, એસોસિયોશન ઓફ હેલ્થકેર પ્રોવાઈડર્સ ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે, સરકારે દેશભરનાં પ્રાઈવેટ હોસ્પિટલોનું 7-8 મહિનાનું બાકી લેણું ચૂકવ્યું નથી. આ કારણે હોસ્પિટલ CGHS અને ECHS યોજનાઓ હેઠળ કવર થતાં દર્દીઓ માટે કેશલેસ સુવિધા બંધ કરવા પર વિચાર કરી રહ્યા છે. સૌથી પ્રભાવિત થનાર હોસ્પિટલોમાં મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, મેદાંતા, નારાયણા હેલ્થ ક્લિનિક અને HCG ગ્રૃપ છે.
AHPIના મહાનિદેશક ડો. ગિરધર જ્ઞાનીએ કહ્યું કે, નિયમ હેઠળ સાત દિવસની અંદર 70 ટકાની ચૂકવણી થવી જોઈએ પણ અહીં તો મહિનાઓ સુધી ચૂકવણી થઈ રહી નછી. તેઓએ દાવો કર્યો કે, ફક્ત દિલ્હીની જ 10 હોસ્પિટલોનું બાકી લેણું 650 કરોડથી વધારે છે. અમને આશા છે કે પીએમ મોદી આ મામલે જલદી કોઈ એક્શન લેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.