દિશમાન ફાર્માસ્યૂટિકલ્સ પર ITની મેગા રેડ, 16 કંપની-પ્લાન્ટ ધરાવતા ગ્રુપ પાસેથી 1.4 કરોડ રોકડા, 23 લોકર મળ્યાં

ITએ દિશમાન ફાર્માસ્યૂટિકલ્સ ગ્રૂપ કંપનીની ૧૯ પ્રિમાસિસ પર ચાલી રહેલા મેગા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં રૂ. ૧.૪ કરોડની રોકડ અને જ્વેલરી જપ્ત કરી છે. ૨૩ બેન્ક લોકર સીલ કર્યા છે.

વિદેશોમાં ૧૬ કંપની અને પ્લાન્ટ ધરાવતા અને રૂ. ૨ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા દિશમાન ફાર્માસ્યૂટિકલ્સ ગ્રૂપે ફક્ત ૧૦ કરોડનો જ ઓપરેટિંગ નફો અને રૂ. ૭૨ કરોડની ડિવિડન્ટ, કમિશન અને વ્યાજની આવક દર્શવતા હિસાબો રજૂ કરવા સહિતના વિવિધ કારણોને ધ્યાનમાં લઈ, સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

I.T.ની તપાસમાં રોકડ સામે ચેક, ચેક સામે રોકડ આપવી, ઓન મની પેપર, બોગસ ડોનેશન અને બોગસ ખર્ચની વિગતો, સહિત એકોમોડેશન એન્ટ્રીઝ ડિજિટલ વ્યવહારો સહિત વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા છે. ડિજિટલ વ્યવહારોને ડિકોડેડ કરવા, બેક અપ લેવા નિષ્ણાંતોની મદદ લેવાઈ છે.

૧૫ દેશોની કરન્સી મળી । આવકવેરા વિભાગે, રૂ. ૭૫ લાખની જ્વેલરી જપ્ત કરી છે અને રૂ. ૬૫ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. જે પૈકી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડના ડોલર, બ્રિટન, ચીન, ફ્રાન્સ, શારજાહ, સહિત રૂ.૪૪ લાખની ૧૫ વિદેશોની કરન્સી મળી આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.