IMFએ મોદી સરકારને આપ્યું એલર્ટ, આર્થિક મંદી ઘેરી લે તે પહેલાં લો ‘URGENT’ એક્શન

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ કેન્દ્રની મોદી સરકારને ભારતની આર્થિક સ્થિતિ અંગે એલર્ટ કર્યા છે. IMFએ કહ્યું કે, ભારત હવે નોંધપાત્ર આર્થિક મંદીની સ્થિતિમાં છે અને વૃદ્ધિ પાછી મેળવવા માટે અર્થતંત્રમાં વિશ્વાસ વધારવાના માર્ગો અને મજબૂત માળખાકીય સુધારાના એજન્ડાને મજબૂત બનાવવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, IMFએ તેની વાર્ષિક સમીક્ષામાં કહ્યું હતું કે, ઘટતાં વપરાશ અને રોકાણો અને ઘટતી કરની આવકે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક પર બ્રેક લગાવવાનું કામ કર્યું છે.

આ ઉપરાંત IMFએ કહ્યું કે, તાજેતરનાં વર્ષોમાં ભારતનાં હાઈ ગ્રોથ રેટ હોવા છતાં ફોર્મલ સેક્ટરની નોકરીઓમાં વધારો થયો નથી, તેમજ લેબર માર્કેટની ભાગીદારીમાં પણ ઘટાડો થયો છે. IMFનાં રિપોર્ટમાં ચેતવણી આપતાં કહેવાયું છે કે, વધુ વ્યાપક અને ટકાઉ વિકાસ વિના ભારતની યુવા અને ઝડપથી વધતાં મજૂર બળ શ્રમથી આગામી કેટલાક દાયકામાં ભારતના સંભવિત વસ્તી વિષયક ડિવિડન્ડને બરબાદ શકે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે વપરાશ અને રોકાણના ઘટાડાએ ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને ધીમી પાડી દીધી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રમાણમાં ઓછા ખાદ્ય ભાવોએ ગ્રામીણ સંકટમાં ભૂમિકા ભજવી હતી.

આઈએમએફ એશિયા અને પેસિફિક વિભાગના રાનીલ સાલગાડોએ જણાવ્યું હતું કે, લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા બાદ ભારત હવે આર્થિક મંદીની સ્થિતિમાં છે. ભારતને હાલની મંદી દૂર કરવા અને ઉચ્ચ વૃદ્ધિનાં પથ પર પાછા ફરવા તાત્કાલિક નીતિગત પગલાં લેવાની જરૂર છે. ‘ જો કે સરકાર પાસે વિકાસ માટે ખર્ચ વધારવા માટે મર્યાદિત વિકલ્પો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.