31મી ડિસેમ્બરનું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાત રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ એક અજીબોગરીબ નિર્ણય લીધો છે. રાજ્યના પોલીસવડાએ એક પરિપત્ર બહાર પાડીને ખળભળાટ મચાવી દીધો છે.
ગુજરાતના દરિયામાર્ગ પણ સલામત નથી. ભૂતકાળમાં પાકિસ્તાનના આતંકીઓએ ભારતમાં ઘૂસવા આ જ માર્ગનો ઉપયોગ કર્યો હતો, ત્યારે હવે પાકિસ્તાની ઘૂસણખોરીને પણ છુટ્ટો દોર મળી જશે. તો સાથે જ ગુજરાતમાં ગુનો આચરીને ભાગી છૂટવા માટે આ સરહદો પરથી ભગી છૂટવું સરળ બની રહેશે. ત્યારે સવાલ એ છે કે, હવે આ તમામ બાબતોનું શું થશે.
રાજ્યને જોડતી આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો છે. 31મી ડિસેમ્બરનું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજ્યના પોલીસવડા દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે કેવી અસર પડશે તે જોવુ રહ્યું. રાજ્યમાં આંતરજિલ્લાઓ અને જિલ્લાની અંદર તાલુકા કક્ષાએ અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે, જે આજથી બંધ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.