અમેરિકાથી ભારત આવતા 16 NRIને એરપોર્ટ પર જ અચાનક રોકી દીધા, કારણ કે…

અમેરિકાથી નવી દિલ્હી આવી રહેલા કાયદેસરનું ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા (OCI)નું કાર્ડ ધરાવતા કમ સે કમ 16 ભારતીય-અમેરિકનને જૉન ઓફ કેનેડી એરપોર્ટ પર થોડાક સમય માટે રોકી દેવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે જૂનો રદ્દ પાસપોર્ટ સાથે લઇને આવ્યા નહોતા આથી એર ઇન્ડિયા તેમનો બોર્ડિંગ પાસ બનાવી શકતી નહોતી.

નવા અસ્થાયી નિયમ પ્રમાણે આ પેસેન્જર્સને પોતાની સાથે જૂનો રદ્દ પાસપોર્ટ રાખવાનો હતો જેનો નંબર તેમના ભારતીય વિદેશી નાગરિક (OCI) કાર્ડ પર નોંધાયેલો હતો. આ પેસેન્જર્સને આ નવા નિયમની ખબર નહોતી. આ મહિનાની શરૂઆતમાં આ જોગવાઇથી 30 જૂન 2020 સુધીની છૂટ મળી હતી પરંતુ આ OCI કાર્ડ ધારકોને ભારત જવા માટે તેમનો જૂનો પાસપોર્ટ સાથે લાવવાનું કહ્યું હતું.

જો કે અધિકારીઓએ કહ્યું કે આ નવા નિયમ અંગે મોટાભાગે ઓસીઆઈ કાર્ડધારકોને ખબર જ નહોતી. આ તમામ ભારતીય-અમેરિકનની પાસે કાયદેસરનું OCI કાર્ડ હતું પરંતુ તેમની પાસે તેમનો જૂનો પાસપોર્ટ નહોતો.

જેએફકે એરપોર્ટ પર એરઇન્ડિયાનું કાઉન્ટર બંધ હોવાથી અડધા કલાકથી પણ ઓછો સમય બચ્યો હતો. જ્યારે આ 16 પેસેન્જર્સ સામુદાયિક કાર્યકર્તા પ્રેમ ભંડારી પાસે પહોંચ્યા. ભંડારી એ કહ્યું કે આ તમામ 16 ભારતીય-અમેરિકન આજે એરપોર્ટ પર ફસાઇ જાત અને તેમને વધુ પૈસા ચૂકવીને ફરીથી ટિકિટ બુક કરાવા માટે કહેવાત અથવા તો ઘરે મોકલી દેવાત. પરંતુ અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા, ન્યૂયોર્કના મહાવાણિજય દૂત સંદીપ ચક્રવર્તી અને એર ઇન્ડિયા (ત્તર અમેરિકા)ના પ્રમુખ કમલ રોલના ઉચ્ચ સ્તરીય હસ્તક્ષેપ બાદ તેમણે યાત્રાની મંજૂરી આપી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.