રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR) ને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી NPRને અપડેટ કરવા માટે આપવામાં આવી છે. આ માટે કેન્દ્ર સરકારે 8,500 કરોડ રૂપિયાના ફંડને પણ મંજૂરી આપી છે. આ પ્રક્રિયા એપ્રિલ 2020થી શરૂ થશે જે સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. NPR હેઠળ દેશના નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધી વસતી ગણતરી કરવામાં આવશે. તેમણે કહ્યું કે વસતી ગણતરીની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજોની જરૂર નહીં પડે. જે પણ વ્યક્તિ ભારતમાં રહે છે તેની ગણતરી કરવામાં આવશે. તે માટે એક વિશેષ એપ પણ તૈયાર કરવામાં આવી છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે વસતી ગણતરીની પ્રક્રિયામાં કોઈ પણ ડોક્યુમેન્ટ દેખાડવાની જરૂર નથી. એપના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જાવડેકરે કહ્યું કે કેબિનેટે વસતી ગણતરી માટે 8,745.23 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR) માટે 3,941.35 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે.
આ સિવાય જાવડેકરે કહ્યું કે, મનાલીથી લેહ સુધી ‘અટલ ટનલ’ની યોજના શરૂ કરવામાં આવી હતી જેનું 80 ટકા કામ પૂર્ણ થયું છે. આનાથી 46 કિમીની મુસાફરી અને 5 કલાકની બચત થશે. આ યોજના માટે આજે વધુ બજેટને મંજૂરી આપવામાં આવી છે. 8.8 કિમી લાંબી આ ટનલ દુનિયાની સૌથી લાંબી ટનલમાંથી એક હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.