CAA-NRCના વિરોધ વચ્ચે હવે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી કેબિનેટે બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર(NPR)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ હેઠળ દેશભરના તમામ નાગરિકોના ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જોકે આ નાગરિકતાનું પ્રમાણ નહીં હોય. આનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગૂ કરવા માટે કરશે.
કેબિનેટે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 8,700 કરોડ રૂપિાયાના ફંડને મંજૂરી પણ આપી છે. 2021ની વસતી ગણતરી પહેલા 2020માં એનપીઆર અપડેટ કરવામાં આવશે. આ પહેલા 2011ની વસતી ગણતરીથી પહેલા 2010માં પણ જનસંખ્યા રજિસ્ટરને અપડેટ કરવામાં આવ્યું હતું. એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર 2020 સુધી એનપીઆરને અપડેટ કરવાનું કામ કરવામાં આવશે.
નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર(NPR) હેઠળ 1 એપ્રિલ, 2020થી 30, સપ્ટેમ્બર, 2020 સુધી નાગરિકોના ડેટા તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈ વસતી ગણતરીની તૈયારી છે. દેશના નાગરિકોની વ્યાપક ઓળખનો ડેટા તૈયાર કરવો NPRનો મુખ્ય ઉદ્દેશ્ય છે. જેમાં બાયોમેટ્રિક માહિતી પણ સામેલ હશે. આમાં વ્યક્તિનું નામ, સરનામું, શિક્ષણ, વ્યવસાય જેવી માહિતી નોંધવામાં આવશે. NPRમાં નોંધાયેલ માહિતી લોકો દ્વારા આપવામાં આવેલ માહિતીના આધારે હશે અને આ નાગરિકતાનું પ્રમાણ નહીં હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.