લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રૉયે બુધવારનાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં ડિટેન્શન સેન્ટરનાં મુદ્દા પર સરકાર જૂઠ બોલી રહી છે. અરુંધતિ રૉય નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં દિલ્હી યૂનિવર્સિટીમાં ભેગા થયેલા વિદ્યાર્થીઓની સાથે એકજૂટતા દેખાડવા માટે પહોંચ્યા હતા. અરુંધતિ રૉયની સાથે જ ફિલ્મ અભિનેતા ઝીશાન અય્યૂબ અને અર્થશાસ્ત્રી અરૂણ કુમાર નૉર્થ કેમ્પસ પહોંચ્યા.
અરુંધતિએ કહ્યું કે, “સરકાર એનઆરસી અને ડેટેન્શન કેમ્પનાં મુદ્દા પર જૂઠ બોલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ વિષય પર દેશની સામે ખોટા તથ્યો રજૂ કર્યા. જ્યારે કૉલેજનાં વિદ્યાર્થીઓ સરકારની સામે અવાજ ઉઠાવે છે તો આ વિદ્યાર્થીઓન અર્બન નક્સલ કહેવામાં આવે છે.” નાગરિકતા જનસંખ્યા રજિસ્ટર (NRC) પર અરૂંધતિ રૉયે વિદ્યાર્થીઓને કહ્યું કે, “એનપીઆર પણ એનઆરસીનો જ ભાગ છે. એનપીઆર માટે જ્યારે સરકારી કર્મચારી જાણકારી માગવા તમારા ઘરે આવે તો પોતાનું નામ રંગા બિલ્લા – કુંગફૂ કુત્તા બતાવો. પોતાના ઘરનું સરમાનું આપવાની જગ્યાએ પ્રધાનમંત્રીનાં ઘરનું સરનામું લખાવો.”
સરકારની આલોચના કરતા અરૂંધતિ રૉયે કહ્યું કે, “નૉર્થ ઈસ્ટમાં જ્યારે પુર આવે છે તો મા પોતાના બાળકોને બચાવતા પહેલા નાગરિકતાનાં કાગળો બચાવે છે, કેમકે તેને ખબર છે કે જો કાગળ પુરમાં તણાઈ જશે તો પછી તેનું પણ અહીં રહેવું મુશ્કેલ છે.” જેએનયૂમાં 30 વર્ષ સુધી પ્રોફેસર રહેલા અર્થશાસ્ત્રી અરૂણ કુમારે વિદ્યાર્થીઓને કહ્યું કે, “તેઓ સરકારને શિક્ષા અને રોજગારને લઇને પ્રશ્ન પુછે. દેશની અર્થવ્યવસ્થા ખરાબ રીતે ડગમગી ગઈ છે, વિકાસ દર સાડા ચાર ટકા પણ નથી બચ્યો અને આ તથ્યને છુપાવવા માટે આવા કાયદા લાવવામાં આવી રહ્યા છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.