130 કરોડ ભારતીયોને લઇ RSS પ્રમુખ મોહન ભાગવતનું જબરદસ્ત મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે હિન્દુત્વને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંઘ ભારતની તમામ 130 કરોડની પ્રજાને હિન્દુ સમાજ માને છે પછી તે કોઇપણ ધર્મ અને સંસ્કૃતિ હોય. ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વગર, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના ધરાવે છે અને ભારતની સંસ્કૃતિ અને તેની વિરાસતનું સમ્માન કરે છે તેઓ હિન્દુ અને આરએસએસ દેશના 130 કરોડ લોકોને હિન્દુ માને છે. તેમણે કહ્યું કે આખો સમાજ અમારો છે અને સંઘનું ઉદ્દેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ કરવાનું છે.

આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારત માતાના સપૂત, પછી તે કોઇ પણ ભાષા બોલે, પછી તે કોઇપણ ક્ષેત્રનો હોય, કોઇપણ સ્વરૂપમાં પૂજા કરતા હોય અથવા તો કોઇપણ પ્રકારની પૂજામાં વિશ્વાસ ના કરતા હો, એક હિન્દુ છે…આ સંબંધમાં સંઘ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દુ સમાજ છે.

મોહન ભાગવતે કહ્યું કે આરએસએસ તમામનો સ્વીકાર કરે છે, તેમના અંગે સારું વિચારે છે અને તેમણે શ્રેષ્ઠ માટે ઉચ્ચ સ્તર પર લઇ જવા માંગે છે. મોહન ભાગવત બુધવારના રોજ તેલંગાણાના આરએસએસ સભ્યોની તરફથી આયોજીત ત્રણ દિવસની વિજય સંકલ્પ શિબિરમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા હતા.

મોહન ભાગવતે રવિન્દ્રનાથ ટાગોરના એક નિબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અંગ્રેજ લોકોને મોટી આશા છે કે જેમને હિન્દુ કહેવામાં આવે છે, બીજા લોકો છે જેમને મુસલમાન કહેવાય છે. તેઓ પરસ્પર લડશે અને ખત્મ થઇ જશે. પરંતુ અંગ્રેજો યાદ રાખો આવું કયારેય થવાનું નથી. આવા સંઘર્ષોમાંથી જ આ સમાજ ઉપાય શોધી લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.