નવા વર્ષે તમારી સેલરીમાં થઈ શકે છે મોટો બદલાવ, મોદી સરકારે પૂરી કરી તૈયારીઓ

નવા વર્ષમાં તમારી સેલરીનું સ્ટ્રક્ચર બદલાઈ શકે છે. એટલે કે તમારી બેઝિક સેલરીમાં એલાઉન્સનો અમુક ભાગ સામેલ થઈ શકે છે. સુત્રોનું માનીએ તો કંપની અને સરકારની વચ્ચે તેના પર સહમતિ બની ચૂકી છે. નવા સ્ટ્રક્ચરના આધાર પર કોઈપણ સંજોગોમાં તમને બેઝિક સેલરી કુલ સેલરીના 50 ટકાથી ઓછી નહીં હોઈ શકે. જો કે એલાઉન્સની પરિભાષા સરકારને નક્કી કરવાની છે અને તેના પર ઈન્ડસ્ટ્રીની સાથે વાતચીત ચાલી રહી છે. નવા પ્રસ્તાવથી બેઝિક સેલરીમાં વધારો થશે અને તેનાથી PF યોગદાનમાં પણ વધારો આવશે, અને સૌથી મહત્વપુર્ણ વાત કે તમારી ટેક હોમ સેલરીમાં થોડો ઘટાડો થઈ શકે છે.

બેઝિક સેલરીમાં એલાઉન્સની કેટલી વહેચણી થશે, તેમાં કેટલો ઉમેરો થશે, કયા એલાઉન્સ બેઝિક સેલરીનો ભાગ હશે, કયા એલાઉન્સને તેનાથી બહાર રાખવામાં આવે છે. આ મુદ્દાઓ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્દેશમાં તેને સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ઈન્ડસ્ટ્રી એ વાત સાથે તૈયાર થઈ છે કે, સરકાર એલાઉન્સની સ્પષ્ટ કેટેગરી નક્કી કરી દે.

સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, બેઝિક સેલરીમાં HRAને બહાર રાખવાનો પ્રસ્તાવ છે. બાકી એલાઉન્સને 50 ટકા બેઝિકમાં સામેલ કરવામાં આવશે, સુત્રો પ્રમાણે પર્ફોર્મન્સ લિંક્ડ ઈન્સેન્ટિવને એલાઉન્સ માનવમાં નહીં આવે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.