ખેડૂતોને સહાય પેકેજ આપવાના રાજકોટના કાર્યક્રમમાં બુધવારે કૃષિમંત્રી આર.સી. ફળદુ જેવા સંબોધન માટે ઊભા થયા કે ખેડૂતોએ કાર્યક્રમમાંથી ઊભા થઈને ચાલતી પકડી હતી. આ સમયે કૃષિમંત્રી ફળદુએ ખેડૂતોને કહ્યું કે, ઊભા રહો, ઊભા રહો પ્લીઝ, થોડી વાર મારી વાત સાંભળો, થોડુંક જ બોલીશ, ત્યાર બાદ જજો, હું અહીં તમારી વાત કરવા આવ્યો છું, જોકે કૃષિમંત્રીની અપીલને ફગાવી દઈ ખેડૂતો કાર્યક્રમ છોડી જતાં રહ્યા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાને ખેતી સહાય પેેકેજના નાણાની ચૂકવણી કરવા માટે રાજકોટ નજીક તરઘડિયા ખાતે સુકી ખેતી સંશોધન કેન્દ્રમાં યોજવામાં આવેલા કિસાન સંમેલનમાં એક લાખ ખેડૂતો એકત્ર કરવાના બણગા સામે ક્ષુલ્લુક ભીડ જોવા મળી હતી અને મંત્રી આર.સી. ફળદુ પોતાનું પ્રવચન આપવા ઉભા થયા ત્યારે ખેડૂતો જાણે નારાજગી વ્યક્ત કરતા હોય તેમ ચાલવા લાગ્યા હતા અને તેમને રોકવા માટે ખુદ ફળદુએ પોતાના પ્રવચનમાં અપીલ કરવી પડી હતી. મંત્રી ફળદુના પ્રવચન સમયે જ ખેડૂતોએ ચાલતી પકડવાનું શરૃ કરી દેતા ફળદુ ઝંખવાયા હતા અને તેમણે જણાવ્યુ હતું કે, થોડીવાર બેસી જાવ. તેમ છતાં ખેડૂતોએ સંમેલન સ્થળ છોડવાનું ચાલુ રાખ્યું હતું.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાને ખેતી સહાય પેકેજના નાણાની ચૂકવણી કરવા માટે રાજકોટ ખાતે યોજવામાં આવેલ કિસાન સંમેલનમાં એક લાખ ખેડૂતો એકત્ર કરવાના બણગા સામે ક્ષુલ્લુક ભીડ જોવા મળી હતી અને મંત્રી આર.સી. ફળદુ પોતાનું પ્રવચન આપવા ઉભા થયા ત્યારે કિસાનો જાણે નારાજગી વ્યક્ત કરતા હોય તેમ ચાલવા લાગ્યા હતા અને તેમને રોકવા માટે ખુદ ફળદુએ પોતાના પ્રવચનમાં અપીલ કરવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.