રાહુલ ગાંધીના એક ટ્વીટથી રાજકારણ ગરમાયું, પ્રધાનમંત્રીના નિવેદનને એકવાર નહીં ત્રણવાર કહ્યું જૂઠ….

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી નાગરિકતા સંશોધન એક્ટના મુદ્દે વડાપ્રધાન મોદી પર સતત પ્રહારો કરી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીએ ફરી ટ્વીટ કરી પીએમ મોદીને જૂઠાં કહ્યાં છે. આસામમાં ડિટેંશન સેન્ટર સાથે જોડાયેલા એક વીડિયોને ટ્વીટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, આરએસએસના વડાપ્રધાન ભારત માતા સમક્ષ ખોટું બોલી રહ્યાં છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ સાથે જૂઠ… જૂઠ.. જૂઠ એવા હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે જ તેઓએ એક વીડિયો જાહેર કર્યો છે, જે આસામમાં તૈયાર થઈ રહેલા ડિટેંશન સેન્ટરનો હોવાનો દાવો કરાયો છે. સાથે જ વડાપ્રધાન મોદીનું ભાષણ પણ ટ્વીટ કર્યુ છે જેમાં તેઓએ દેશમાં એક પણ ડિટેશન સેન્ટર નથી તેવું કહ્યું હતું.

મુખ્તાર અબ્બાસ નકવીનો પલટવાર

રાહુલ ગાંધીના આ ટ્વીટ પર ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પલટવાર કર્યો છે. નકવીએ કહ્યું તેમને ભારત માતાની યાદ આવી છે તે આશ્ચર્યની વાત છે કેમકે તેમના માટે એક જ માતા છે. તેઓ સાપ-સીડીનો ખેલ રમી રહ્યાં છે તેમાં તેઓ ઊંધા માથે પટકાશે. આ પહેલાં તેઓએ સીએએ પછી એનઆરસી અને હવે એનપીઆર પર સવાલો કરી રહ્યાં છે, તે ભય અને ભ્રમનું ભૂત ઊભું કરવાનો પ્રયાસ છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં લખ્યું કે રાહુલ ગાંધી બાય એક્સિડન્ટ કોંગ્રેસના નેતા છે. તેઓ મગજની બારી ખોલે. આસામના ડિટેંશન સેન્ટર અંગે બધાને ખ્યાલ જ છે અને કોંગ્રેસના નેતાઓ કહે છે કે તે તેઓએ જ તૈયાર કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.