દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ઈસ્ટ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ કેજરીવાલ સરકાર અને કૉંગ્રેસ પર જોરદાર વરસ્યા હતા. શાહે વિરોધ પક્ષ પર ભડકાવવાનો અને નકારાત્મક રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં યોજનાબદ્ધ રીતે કામ થઈ રહ્યું છે. ચૂંટણી મોસમમાં કૉંગ્રેસને ઘેરવા માટે શાહે શીખ રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો તો વર્તમાન દિલ્હી સરકાર પર ઉપદ્રવિઓનો સાથ આપવાનો આરોપ પણ લગાવ્યો છે.
કેન્દ્રિય ગૃહમંત્રીએ કૉંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કરતા શીખ રમખાણોનાં દોષીઓનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, “શીખ રમખાણો બાદ આટલા વર્ષો સુધી કૉંગ્રેસની સરકારમાં ક્યારેય પીડિતોને ન્યાય ના મળ્યો. મોદી સરકાર આવતા જ તરત એસઆઈટી બનાવવામાં આવી, આજે દંગાઓ કરનારા જેલની અંદર છે. આખો દેશ આ નિર્મમ હત્યાકાંડને ના ભૂલી શકે. હજારો શીખ ભાઈઓનું કત્લ કરવામાં આવ્યું. કૉંગ્રેસની સરકાર એ યોજના માટે જાણીતી હતી કે 5 વર્ષ માટે સરકાર કોઈ યોજના બનાવતી હતી, બીજા 5 વર્ષમાં બીજી સરકાર આ માટે બજેટ મંજૂર કરતી હતી, ત્રીજા 5 વર્ષમાં તેનું ભૂમિ પૂજન કરતી હતી અને બીજા 5 વર્ષમાં કૉંગ્રેસ સરકાર તેને ભૂલી જતી હતી. કામ તો થતુ જ નહોતુ.”
દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, “દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ નવી નવી ચીજો કરતા રહે છે. તેમણે એક નવી શરૂઆત કરી છે, વિચારવું પણ કેમ? બજેટ પણ કેમ આપવું? ભૂમિ પૂજન પણ કેમ કરવું? ઉદ્ઘાટન પણ કેમ કરવું? કોઈનું કરેલું કરાવેલું છે તેના પર બસ પોતાના નામનો ઠપ્પો લગાવી દેવો. હું આજે તમને સૌથી મોટું રોડું શું છે તે જણાવવા માગું છું. મોદીજી, હરદીપજી ઝડપી ગતિએ કામ કરવા ઇચ્છે છે, પરંતુ કેજરીવાલ સરકાર જે છે એક ઘણું મોટું રોડું છે. કેજરીવાલ સરકાર વિકાસનાં કામમાં અવરોધ ઉભો કરે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.