હવે પોલીસ પણ સુરક્ષિત નથી! સુરતના પૂર્વ પોલીસ કમિશનર સાથે ઠગાઈ, OTP વગર પૈસા ઉપડ્યા

રાજ્યમાં દરરોજ ઓનલાઈન બેંકોના ખાતા સાથે ઠગાઈના સમાચાર તો વાંચ્યા હશે, પણ આજે એક એવી ઘટના બની છે, જેણે જાણીને એવું લાગશે કે હવે રાજ્યનું પોલીસ વિભાગ પણ સુરક્ષિત નથી! સામાન્ય વ્યક્તિ સાથે ઠગાઈ થાય તે સમજ્યા પરંતુ અહીં તો સુરતના નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્મા સાથે છેતરપીંડી થઈ છે.

સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર આઇપીએસ સતિષ શર્મા હાલ સુરત ખાતે રહે છે. તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 4899 ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્યો હતો. કોઇ અજાણ્યા શખસે તેમને ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાથી તેમણે છેતરપિંડીની ફરિયાદ સુરતના સાઇબર ક્રાઇમમાં નોંધાવી હતી.

સુરત સાઇબર ક્રાઇમે ફરિયાદ લઇ સ્ટેટમેન્ટ આધારે વધુ તપાસ હાથ ધરી છે. જોકે ઓટીપી ન આવ્યો હોવાથી કેવી રીતે પૈસા કપાયા તેની જીણવટભરી તપાસ હાથ ધરી છે. અગાઉ સુરત રેન્જના આઇજીની પત્ની પણ પોતાના પૈસા પરત લેવા ગયા અને ઠગ ટોળકીએ તેમની સાથે પણ છેતરપિંડી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.