ડોકલામ સમયે યુદ્ધની ધમકીઓ આપનારૂ ચીની સૈન્ય PM મોદીના કર્યા ભારોભાર વખાણ

પૂર્વોત્તર અને લદ્દાખ સરહદ પર ભારત સાથે સતત તણાવ વધારવા ઉશ્કેરણીજનક પ્રયાસો કરનારૂ ચીન હવે શાંતિના ગાણા ગાવા લાગ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ કહ્યું હતું કે, ભારતીય સેના સાથે તેના સંબંધો વધારે સારા બની રહ્યાં છે. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં.

ચીનની સેનાએ જણાવ્યું હતું કે, તેના ભારતીય સેના સાથે સંબંધો હુંફાળા બની રહ્યાં છે. આમ રણનૈતિક વાતચીત અને વ્યવહારિક સહયોગના કારણે આમ થઈ શક્યું છે. પીએલએએ આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શીએ જિનપિંગનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.

ચીની સૈન્યના પ્રવક્તા કર્નલ વુ કિઆને જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ભારત અને ચીને સંયુક્ત સૈન્ય અભ્યાસ પુરો કર્યો અને બંને દેશોએ ક્ષેત્રીય સુરક્ષા અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈને લઈને પ્રતિબદ્ધતા દાખવી છે. ચીની સેનાનું આ નિવેદન ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે 2017માં ઉભા થયેલા ડૉકલામ વિવાદમાં ભારત અને ચીની સૈન્ય સામસામે આવી ગયા હતાં. જેને લઈને તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત ચીન અનેક પ્રસંગે ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનો સાથ આપતુ રહ્યું છે.

ચીની સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધોમાં સૈન્ય સંબંધો સૌથી મહત્વના છે. તેના માટે બંને દેશોના નેતાઓના ધન્યવાદ. બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધી રહ્યો છે, રણનૈતિક વાતચીત વધારે સારી બની રહી છે અને વ્યવગારિક સહયોગને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.