રાજ્યમાં દરરોજ અસંખ્ય રોડ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે સવારે જામનગરના ધ્રોલના ધ્રાંગા ગામે એક પરિવાર માટે મોતનો સુરજ ઉગ્યો હતો. આ ઘટનામાં જામનગર-ધ્રોલ હાઈવે પર જઈ રહેલી કારમાં પાંચ મુસાફરો સવાર હતા ત્યારે વહેલી સવારે અચાનક જ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર જણાના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા.
વહેલી સવારે ધુમ્મસના આવરણમાં કાર ચાલકનો કાબુ સ્ટેરિંગ ઉપરથી ગયો અને બસ કાર પલટી મારી ગઈ સીધી કેનાલમાં ખાબકી અને ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. વહેલી સવારે ધુમ્મસને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રથામિક તપાસમાં બહાર આવ્યો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ધ્રોલના ધ્રાંગા ગામના પાટીયા પાસે ઉંડ-1 ડેમની કેનાલ પસાર થઇ રહી છે. આજે વહેલી સવારે ઇકો કારના ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં ચારના મોત અને એકને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ઘટનાને લઇને ગામના લોકો દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી છે. કારમાં સવાર તમામ લોકો જામજોધપુરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. જો કે હાલ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી એટલે ખાલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.