જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ ને વધુ અકળાઇ રહેલા પાકિસ્તાન દ્વારા જાણ્યે અજાણ્યે એવા છબરડા થઇ રહ્યા છે કે દુનિયા આખીની સામે પાકિસ્તાન રમૂજનું નિમિત્ત બની રહ્યુ છે. હાલ ઇમરાન ખાન અમેરિકામાં છે. એક પત્રકાર પરિષદમાં પાકિસ્તાની પત્રકાર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગુસ્સે થઇને જાહેરમાં ઇમરાન ખાનને ખખડાવ્યા હતા કે તમે આવા પત્રકારોને ક્યાંથી પકડી લાવો છો ?
અત્યાર અગાઉ પાકિસ્તાનના એક રાજનીતિજ્ઞ મલીહા લોધીએ ગંભીર છબરડો કર્યો હતો. તેમણે બ્રિટિશ વડા પ્રધાનને બ્રિટિશ વિદેશ પ્રધાન ગણાવી દીધા હતા. એ સમયે પણ પાકિસ્તાનને નીચાજોણું થયું હતું. ત્યારબાદ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે ઇમરાનને ખખડાવ્યા ત્યારે ફરી એકવાર ઇમરાનનું મોઢું જોવા જેવું થઇ ગયું હતું.
જમ્મુ કશ્મીરના મુદ્દે છેક પાંચમી ઑગસ્ટથી પાકિસ્તાન સતત રઘવાયું થઇને ફરે છે. ભારત સરકારે પાંચમી ઑગસ્ટે જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો રદ કર્યો હતો અને આ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધું હતું. તે દિવસથી પાકિસ્તાન સતત અન્ય દેશો પાસે ટેકો માગી રહ્યું હતું કારણ કે પાકિસ્તાન સતત એવો દાવો કરે છે કે જમ્મુ કશ્મીર અમારું છે.
પાકિસ્તાનના દુર્ભાગ્યે એને કોઇ દેશે કે યુનોએ સુદ્ધાં ટેકો આપ્યો નથી. અમેરિકાએ તો એક કરતાં વધુ વખત ઇમરાન ખાનને ચેતવી દીધા કે આ એક દ્વિપક્ષી મુદ્દો છે. તમે ભારત સાથે ચર્ચા વિચારણા દ્વારા આ મુદ્દાનું નિરાકરણ કરો. કેટલાક મુસ્લિમ અને આરબ દેશોએ પણ આ મુદ્દે પાકિસ્તાનને સાથ આપ્યો નથી એટલે પાકિસ્તાન વધુ અકળાયું હતું. મિયાં પડ્યા તોય ટંગડી ઊંચી ન્યાયે એ સતત ભારતની વગોવણી કરી રહ્યું છે પરંતુ એ કવાયત અરણ્યર રૂદન જેવી સાબિત થઇ રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.