સુરતના ગોડાદરામાં એક 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. ત્યારબાદ આજે તેની હાઈકોર્ટમાં સુનાવણી હતી. આ ઘટનામાં હાઈકોર્ટે પણ આરોપી અનિલ યાદવની સજા બરકરાર રાખી છે. સુરત કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખીને જણાવ્યું છે કે આ કેસ રેસરેસ્ટ ઓફ રેર કેસ છે. આવા ધ્રુણાસ્પદ ગંભીર ગુનામાં કોઈ પણ આરોપીઓને બક્ષવામાં નહીં આવે. આ કેસમાં આરોપી 289 દિવસમાં આરોપી અનિલ યાદવ દોષિત જાહેર થયો હતો અને 31 જુલાઈના રોજ સુરત કોર્ટે ફાંસીની સજા આપી હતી.
તમને જણાવીએ કે, 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય આચરનાર આરોપીને સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. 15-10 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો. ગુજરાતની આ ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ, મેડિકલ પુરાવવા, FSL પુરાવવા, સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઘટનાની વાત કરીએ તો, બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બંધ મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન નંદુરબાર ભાગી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.