પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાની સેનાની અસામાન્ય મૂવમેન્ટ શરૂ થઇ ગઇ છે. 1999માં કારગિલ યુદ્ધ બાદ પહેલીવાર છેલ્લા 10 દિવસથી પાકિસ્તાની સેનાના મોટા કાફલા ભારે તોપો સાથે એલઓસી નજીક પહોંચી રહ્યાં છે. પાકિસ્તાની સેનાની તમામ રિઝર્વ ટુકડીઓ એલઓસીની આસપાસ ધામા નાખી રહી છે. પાકિસ્તાની સેનાનો સૌથી મોટો જમાવડો નીલમ વેલી અને દેવા સેક્ટરમાં થયો છે. તાજેતરમાં પાકિસ્તાની સેના દ્વારા નીલમ વેલીમાં સતત યુદ્ધવિરામ ઉલ્લંઘન થઇ રહ્યું છે. પાકિસ્તાનના એક સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર સેનાના ટ્રકોને પ્લાસ્ટિક શિટ્સથી કવર કરીને ભારે આર્ટિલરી હથિયારો એલઓસી પર લવાઇ રહ્યાં છે.
પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, જો ભારત પીઓકેમાં આગળ વધવાનો પ્રયાસ કરશે તો તેને અટકાવવો મહત્વનું છે. તેથી એલઓસી પર અનામત ટુકડીઓ તહેનાત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનને ભય છે કે જે રીતે ભારતના ટોચના નેતાઓ નિવેદન આપી રહ્યાં છે તે જોતાં પીઓકે તેના હાથમાંથી સરકી ન જાય. ભારત દ્વારા કોઇ મોટી કાર્યવાહી ન કરાય. પાકિસ્તાને એલઓસી પાસેના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દીધી છે.
પાકિસ્તાની સેના ભારતના હુમલાથી બચવા માટે પીઓકેના લોકોને ઢાલ બનાવી રહી છે. ઇમરાનખાને પીઓકેના લોકોને પોતાના ઘર નહીં છોડવા અને આર્થિક મદદ આપવાની ઘોષણા કરી હતી. ઇમરાન ખાને કરેલી જાહેરાત અનુસાર પીઓકેમાં સરહદ પાસે રહેતાં 33,498 પરિવારની મહિલાઓને દર મહિને 10 અમેરિકન ડોલરની સહાય આપવામાં આવશે. જો તેઓ સરહદ પાસેથી ખસશે તો તેમની આર્થિક સહાય બંધ કરી દેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.