મેરઠનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેરઠના એસપી સિટી અખિલેશ નારાયણ નાગરિક સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને ખખડાવી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે, ખાવછો અહીનું અને ગાવ છો કોઈ બીજાનું???… જતા રહો પાકિસ્તાન. આ વીડિયો લિસાડી ગેટ વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. જ્યાં CAAના વિરોધમાં ઉપદ્રવીઓ ભારે પ્રદર્શન કરી રહ્યાં હતાં. આ વીડિયો 20 ડિસેમ્બરનો હોવાનું માનવામાં આવે છે.
મેરઠના લિસાડી ગેટ પર ઉપદ્રવીઓએ પોલીસ પર ભારે પથ્થરમારો અને ગોળીબાર પણ કર્યો. આ દરમિયાન મેરઠના એસપી સિટી અખિલેશ નારાયણ અને એડીએમ કેટ્લાક યુવકોનો પીછો કરતા ત્યાં પહોંચ્યા. આ દરમિયાન જ ઉત્પાત મચાવી રહેલા અને પથ્થરમારો કરી રહેલા લોકો પર બરાબરના ભડકી ઉઠ્યા હતાં અને કહ્યું હતું કે, ભાઈ…જવુ હોય તો જતા રહો પાકિસ્તાન, ખાવ છો અહીનું અને ગાવ છો ક્યાંક બીજાનું જ. ત્યાર બાદ આગળ ગલીમાં ઉભેલા લોકોને બરાબરના ખખડાવતા તેમણે કહ્યું હતું કે, આ ગલી મને યાદ રહી ગઈ છે અને ધ્યાન રાખજો કે મને જે યાદ રહી જાય છે તેની નાની સુધી પણ હું પહોંચી જ જાવ છું. આ વાત તમે લોકો ધ્યાન રાખજો.
જોકે અહીં ઉભેલા લોકો ઉપદ્રવીઓ વિષે પોલીસને એ કહેતા સંભળાય છે કે. આ બાબત ખોટી છે. પરંતુ એસપી વારંવાર પાછા આવીને કહે છે કે, ‘આ ગલીમાં કંઈ પણ થયું તો તમે લોકો તેની કિંમત ચુકવવા માટે તૈયાર રહેજો, પછી આવજો મારી પાસે. આ સાથે તેઓ અભદ્ર ભાષા અને ગાળો બોલતા નજરે પડે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.