ગુજરાતમાં ACBના ઈતિહાસનો સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલ્કતનો કેસ હાલ સામે આવ્યો છે. હાલ પોલીસ ચોપડે 10 કરોડથી વધુ અપ્રમાણસર મિલ્કતનો કેસ નોંધાયો છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં GLDCના વર્ગ – 2ના તત્કાલિન મદદનીશ નિયામક સામે કેસ નોંધવામાં આવ્યો છે, તેમનું અગાઉ 2018માં જમીન વિકાસ નિગમનું મસમોટું કૌભાંડ સામે આવ્યું હતુ.
GLDCના વર્ગ – 2ના તત્કાલિન મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ કામગીરી સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મળીને માત્ર કાગળ પર દર્શાવી હતી. જેને પગલે એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2018માં ગુજરાત જમીન વિકાસ લીમીટેડ ગાંધીનીગરની કચેરીના અધિકારી અને કર્મચારીઓ જમીન વિકાસના કામોમાં લાભાર્થીઓને આપવામાં આવતી સરકારી યોજનાઓની ગ્રાન્ટની રકમનો મોટો હિસ્સો કમિશન પેટે ઉચાપાત કરી હોવાની માહિતી મળી હતી. જેને લઈને એસીબી દ્વારા ગુજરાત જમીન વિકાસ લીમીટેડના જુદા-જુદા અધિકારીઓ પાસેથી હિસાબી રોકડ 56.20 લાખની રકમ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.