બોલિવૂડ એક્ટર સલમાન ખાને ગઈ કાલે 27 ડિસેમ્બરે 54મો જ્નમદિવસ ઉજવ્યો. પરિવાર, મિત્રો, બોલિવૂડના સિતારાઓ અને તેની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર પણ આાવી હતી. ત્યારે સલમાન ખાનને બહેન અર્પિતાએ ભાણેજના રૂપમાં એક મોટી ગિફ્ટ પણ આપી છે. અર્પિતાએ 27 ડિસેમ્બરે જ બાળકીને જન્મ આપ્યો છે અને એનું નામ રાખ્યું અયાત.
આ દરમિયાન સલમાન યૂલિયા વંતુરને લઈ રાત્રે હોસ્પિટલ પહોંચ્યો હતો અને સાથે સાથે સલમાનની માતા અને પિતા પણ જોવા મળ્યા હતા. સલમાન ખાન તેની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુર સાથે રાત્રે હિન્દુજા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સાથે માતા હેલેન અને પિતા સલીમ પણ હતા. સલમાન ખાન અને તેનો પરિવાર હિન્દુજા હોસ્પિટલમાં પહોંચ્યો હતો. ત્યાં અર્પિતા અને બાળક આયતને મળીને સલમાને ટ્વીટ પણ કર્યું હતું.
આ ટ્વીટમાં તેણે લખ્યું કે આ સુંદર સંસારમાં અયાત તમારુ સ્વાગત છે. આખા પરિવારને જન્મદિવસની સરસ ભેટ આપવા બદલ અર્પિતા અને આયુષ તમારો આભાર. ત્યારબાદ સલમાને લખ્યું કે, જે પણ આ વાંચી રહ્યા છે તે અયાતને આશીર્વાદ આપે. પ્યાર અને સન્માન આપવા બદલ બધાનો આભાર, તમે બધા ખુબ સ્નેહી છો. થેક્યું..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.