ફેસબુક સહિત સોશિયલ મીડીયાનો ઉપયોગ દુનિયાભરના આતંકી સંગઠનો પણ યુવાનોને ભડકાવવા માટે અને પોતાની હિંસક વિચારધારાના પ્રચાર માટે કરે છે. જોકે આવી હિંસક પોસ્ટ સામે ફેસબુકે પગલા લેવાનું શરુ કર્યું છે. બે વર્ષમાં તેના પ્લેટફોર્મ પરથી આતંકવાદી સંગઠનોની 2.60 કરોડ પોસ્ટ હટાવી દીધી છે.
મોટાભાગની પોસ્ટ્સ આઈએસઆઈએસ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકીઓની હતી. ફેસબુકે તેના પ્લેટફોર્મ પર આ સંગઠનો માટે સોશિયલ મિડીયામાં એકટિવ એવા કેટલાક ગ્રુપ અને લોકોને પણ શોધી કાઢ્યા છે. આ ઉપરાંત આતંકીઓના કે આતંકી ગ્રુપ સાથે સંકળાયેલા લોકોના એકાઉન્ટ પણ બંધ કરી દેવાયા છે. તેમ છતાં આવા તત્વો અલગ અલગ રીતે હજુ પણ સોશિયલ મિડીયામાં સક્રિય છે.
ફેસબુકે કહ્યું છે કે આવી પોસ્ટ હટાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો હતો. ન્યુઝીલેન્ડના ક્રિસ્ટચર્ચમાં આતંકી હુમલો થયા પછી તરત જ ફેસબુક એકશનમાં આવ્યું હતું અને તેને લગતી પોસ્ટ્સ હટાવી દીધી હતી. ફેસબુકે આ આતંકવાદી સંગઠનોએ આ પ્લેટફોર્મ દ્વારા કટ્ટરવાદ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગત નવેમ્બરમાં હિંસક પોસ્ટ્સ પર પ્રતિબંધ મુકવા માટે પણ ફેસબુકે નવા નિયમો લાગુ કર્યા હતા. ફેસબુક હવે ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને ટ્વિટર સાથે મળીને 9 મુદ્દાની એક યોજના તૈયાર કરી રહ્યું છે. જેનો હેતુ સોશિયલ મીડિયા પર આવી પોસ્ટસને રોકવાનો તથા તેને તરત જ હટાવી દેવાનો છે.આ યોજનાથી આવી પોસ્ટ કેવી રીતે વિવિધ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવે છે તેની માહિતી તરત મળશે.
ફેસબુકે વધુમાં જણાવ્યું હતું કે આપણે સતત નીતિઓ બદલવી પડશે, જેથી હિંસક પોસ્ટ્સ રોકી શકાય. આ ઉપરાંત સમાજમાં નફરત ફેલાવતી પોસ્ટ સામે પણ સખત પગલાં લેવા પડશે. ન્યુઝીલેન્ડની મસ્જિદોમાં ફાયરિંગ કરનાર આતંકીએ હુમલાને ફેસબુક પર લાઇવ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.