CAA-NRCનાં બહાને પ્રિયંકા ગાંધીએ SP-BSP પર કર્યો પ્રહાર, કહ્યું – તેઓ ડરી રહ્યા છે

કૉંગ્રેસનાં સ્થાપના દિવસનાં અવસર પર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નાગરિકતા સંશોધનએ કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટર પર મોદી સરકારનો વિરોધ કર્યો. આ સાથે જ પ્રિયંકાએ વિરોધી પાર્ટીઓ પર નિશાન સાધ્યું. લખનૌમાં પ્રિયંકાએ કહ્યું કે, “યૂપીમાં વિરોધી પાર્ટીઓ કંઇ નથી કરી રહી, તેઓ ડરી રહ્યા છે. આપણે એકલાએ લડવાનું છે. આપણે કોઈથી પણ નહીં ડરીએ. પ્રિયંકાએ કહ્યું કે આ પ્રદેશને આપણે મજબૂત બનાવીશુ. દેશ માટે ઉદાહરણ બનવું જોઇએ કે ઉત્તર પ્રદેશને બનાવવા માટે કૉંગ્રેસ પાર્ટી ઉભી રહી.”

પ્રિયંકાએ વધુમાં કહ્યું કે, “આજે દેશ સંકટમાં છે. આપણે રાજ્યનાં અલગ અલગ ભાગોમાં હિંસાને જોઇ. વિદ્યાર્થીઓ અને યુવાઓ પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ સરકાર તેમની મજાક ઉડાવી રહી છે. ડરનો માહોલ ફેલાવવામાં આવી રહ્યો છે. યુવકોને મારવામાં આવી રહ્યા છે. આજે આપણે એક વિચારધારા માટે લડી રહ્યા છીએ, જેમની દેશની આઝાદીમાં કોઈ ભૂમિકા નથી રહી.”

નવા નાગરિકતા કાયદાને લઇને થઈ રહેલા વિરોધ અને બિજનૌરમાં યુવકની મોતને લઇને પ્રિયંકાએ કહ્યું કે, “બિજનૌરમાં 21 વર્ષનાં યુવકનું મોત થયું, જેને હિંસા સાથે કોઈ સંબંધ નહોતો. તે દૂધ ખરીદવા ગયો હતો. પરિવારવાળાઓને પોલીસે ધમકી આપી. પ્રશાસને અંતિમ ક્રિયા માટે પણ મંજૂરી ના આપી. યુવકનો અગ્નિ સંસ્કાર તેના સ્થાનથી 40 કિલોમીટર દૂર કરવામાં આવ્યો.” પ્રિયંકાએ કહ્યું કે સરકાર આપણા અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.