પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર હુમલા કરવા માટે આતંકીઓની એક વિશેષ ટુકડી તૈયાર કરી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાના બદલા સ્વરૂપે આ હુમલો કરવાની તૈયારીમાં છે.
પાકિસ્તનની ISI એજન્સી કરી રહી છે મદદ
ગુપ્તચર એજન્સીને સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદ જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાના બદલાને લઇને ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. એક મળતાં અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો એક અધિકારી આ હુમલા માટે જૈશ-એ-મોહમ્મદને મદદ કરી રહ્યો છે.
આ સંબંધમાં જૈશના આતંકી શમશેર વાણી અને અને તેના ચીફ વચ્ચે થયેલી લેખિત વાતચીતની જાણકારી એક ગુપ્તચર એજન્સીને મળી હતી. જ્યાંથી આ જાણકારી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી. આ જાણકારી મુજબ આતંકીઓ સપ્ટેમ્બરમાં મોટો આતંકી હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં હતા.
આતંકીઓ સતત ઘુસણખોરી કરવાનો કરી રહ્યાં છે પ્રયાસ
જૈશ-એ-મોહમ્મદ 5 ઓગસ્ટ પછીથી તેના ફિદાયીન સીમા પારથી સતત ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ પુલવામાં જેવો મોટો આત્મઘાતી હુમલો કરવા ઇચ્છે છે. તેઓને પાકિસ્તાની આર્મીની બોર્ડર એકશન ટીમનું સમર્થન મળી રહ્યું છે.
આ જાણકારી મળતાં જમ્મૂ, પઠાનકોટ, જયપુર, ગાંધીનગર અને લખનઉ સહિત કુલ 30 અતિસંવેદનશીલ શહેરમાં પોલીસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ NSA અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.