કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લખનૌની મુલાકાતે છે. સ્થાપના કૉંગ્રેસનાં સ્થાપના દિવસ પર પ્રિયંકાએ નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા પર મોદી સરકાર અને રાજ્યની અન્ય વિપક્ષી પાર્ટીઓનો વિરોધ કર્યો. કાર્યક્રમ બાદ પ્રિયંકા ગાંધી પૂર્વ આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીનાં પરિવારને મળવા માટે નીકળ્યા, પરંતુ લખનૌ પોલીસે 1090 ચોક પર તેમનો કાફલો રોકી દીધો.
જો કે ત્યારબાદ પોલીસ બેકફૂટ પર આવી ગઈ અને તેણે પ્રિયંકા ગાંધીને દારાપુરનાં પરિવારથી મળવાની પરવાનગી આપી દીધી. જે સમયે કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો કાફલો રોકવામાં આવ્યો તો તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમને રસ્તા પર રોકવાનો કોઈ મતલબ નથી. આ એસપીજીનો નહીં, પરંતુ યૂપી પોલીસનો મુદ્દો છે.” દારાપુરીનાં પરિવાર સાથે મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન પ્રિયંકાએ પોલીસ પર તેમને બિનજરૂરી રીતે રોકવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે, “હું આવી અને પરિવારનાં સભ્યોને મળી. મિસ્ટર દારાપુરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા પર તે લોકોને ધ્રાસકો લાગ્યો છે. તેઓ ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારી છે.” તો બીજી તરફ પ્રિયંકા ગાંધીએ યૂપી પોલીસ પર મોટો આરોપ લગાવ્યો છે. પ્રિયંકાનો આરોપ છે કે, “મને રોકવામાં આવી. મને ગળુ દબાવીને પોલીસવાળાએ રોકી. મને પકડીને ધકેલવામાં આવી. ત્યારબાદ હું પડી ગઈ હતી. મને લેડી પોલીસ અધિકારીએ રોકી હતી. ત્યારબાદ હું એક કાર્યકર્તાની સાથે સ્કૂટર પર બેસીને આવી.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.