જિલ્લાકક્ષાની ચેકપોસ્ટ બંધ થતા અલ્પેશ ઠાકોર ગિન્નાયો, કહ્યું-‘રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર’

31મી ડિસેમ્બરનું સેલિબ્રેશનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે થોડા દિવસ અગાઉ ગુજરાત રાજ્યના પોલીસવડાએ એક અજીબો ગરીબ નિર્ણય લીધો હતો. રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ આજે એક પરિપત્ર બહાર પાડીને ખળભળાટ મચાવી દીધો હતો. રાજ્યને જોડતી આંતરરાજ્ય અને જિલ્લાકક્ષાની તમામ પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો વિવાદાસ્પદ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પરિપત્રના કારણે હાલ પરિપત્ર પ્રમાણે તાત્કાલિક અસરથી આ નિર્ણયની અમલવારી કરવામાં આવતા રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વાહનચેકીંગ સહિત પોઈન્ટ હટાવી લેવામાં આવ્યા છે. તમામ શહેરોના કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડાને આ સૂચના આપી દેવાઈ છે.

ગુજરાત સરકાર દ્વારા ચેક પોસ્ટ બંધ કરવાના નિર્ણય ને અલ્પેશ ઠાકોર દ્વારા ખોટો ગણાવ્યો છે અને તીડ ની જેમ દારૂ પણ ગુજરાતમાં પ્રવેશી રહ્યો હોવાનું ચોકાવનારું નિવેદન અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે. જેના જવાબ માં પ્રદેશ પ્રવક્તા ભારત પંડ્યા એ જણાવ્યું હતુકે સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય પ્રજન હિત માં છે. ચેક પોસ્ટ પર વાહનોની લાંબી લાઈન દુર કરી છે અને જે સમય બગડતો હતો તેને પણ હળવો કર્યો છે. અને આધુનિક રીતે હવે તમામ પદ્ધતિ ગોઠવવામાં આવી છે, જેથી જો કોઈ આવી ચેકપોસ્ટ પર થી દારૂ ઘુસાડવામાં આવતો હશે તેવી વાત ધ્યાન પર આવશ તો તેના પર વિચાર કરવમાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે રાજ્યના તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેક્સ મેસેજ કરીને તમામને આ નિર્ણયની જાણ કરી દેવામાં આવી હતી. રાજ્યના તમામ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારી-જવાનોને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.