અમદાવાદના જગન્નાથ મંદિરની કરોડોની જમીન વિવાદમાં મોટું રહસ્ય ખુલ્યું, મંજુરી વિના વેચાઈ, રેકર્ડમાં પણ એન્ટ્રી

જમાલપુરના જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૃ.૮૦૦ કરોડની કિંમતની બહેરામપુરાના સરવે નંબર ૧૩૮ની ૧.૨૭ લાખ ચો.મી. જમીનનો વિવાદમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી વિના અને કલેકટરની અશાંત ધારાની મંજુરી વિના કરોડો રૃપિયાની જમીન બિલ્ડર યાસિન ગનીભાઇ ઘાંચીને પધરાવી દીધી હતી.

AMC હવે નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને શો-કોઝ નોટિસ ફટકારી ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી અંગેના દસ્તાવેજો રજુ ન કરાય ત્યાં સુધી વિવાદી જમીનની રજાચીઠ્ઠી સ્થગિત કરી દીધી છે. એક તરફ મ્યુનિ.કોર્પોરેશન રજાચીઠ્ઠી સ્થગિત કરી રહી છે તો બીજી તરફ આ વિવાદી જમીનમાં ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી વિના જમીન વેચાણ થઇ છતાં સાતબાર સહિતના રેવન્યૂ રેકર્ડમાં તાજેતરમાં તા.3/12/2019 અને 7/12/2019 અને એન્ટ્રી પડી ગઇ છે. આમ, ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરીના દસ્તાવેજોની ચકાસણી વિના રેવન્યૂ રેકર્ડમાં વેચાણની નોંધ પડી રહી છે જે રદ કરવા માટે પણ ફરિયાદ કરવામાં આવી છે.

જાણકારો કહે છે કે, જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર સાથે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ (નોંધણી નંબર એ 240) અને શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટ (નોંધણી નંબર ઇ-2365) જોડાયેલા છે. આ બંને ટ્રસ્ટોના નામે જગન્નાથ મંદિર પાસેની તમામ જમીનો અને મિલકતોનો વહીવટ થાય છે. હવે નિયમ મુજબ, આ બંને સંસ્થાઓ સાર્વજનિક ટ્રસ્ટ છે. સાર્વજનિક ટ્રસ્ટની જમીન કાયમી ભાડાપટ્ટે આપવા માટે ચેરિટી કમિશનરની પૂર્વ મંજુરી લેવાની હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.