લખનૌમાં ગત શનિવારનાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટરને લઇને વિરોધ પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જે સ્કૂટીથી ફરી રહ્યા હતા હવે ટ્રાફિક પોલીસે તેને મેમો ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે સ્કૂટી પર જતા દરમિયાન ના તો કૉંગ્રેસ ધારાસભ્યએ કે ના તો પ્રિયંકા ગાંધીએ હેલમેટ પહેર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે પૂર્વ આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીને મળવા જતા દરમિયાન પોલીસે રોકતા પ્રિયંકા ગાંધીએ સ્કૂટીનો ઉપયોગ કર્યો હતો અને તેનાથી પૂર્વ અધિકારીનાં ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ પણ હેલમેટ નહોતું પહેર્યું. પ્રિયંકા ગાંધીએ હેલમેટ ના પહેરતા સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠ્યા હતા, ત્યારબાદ લખનૌ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો 6100 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ મેમો હેલમેટ ના પહેરવાનાં કારણે ફાડવામાં આવ્યો હતો.
પ્રિયંકા ગાંધી જ્યારે પૂર્વ આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીનાં પરિવારથી મળવા માટે નીકળ્યા તો તેમણે પોલીસે પહેલા રોક્યા અને ગળું દબાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, પ્રિયંકા ગાંધીએ એ પણ કહ્યું કે તેમને પોલીસે ધક્કો માર્યો જેનાથી તેઓ પડી ગયા. ઉલ્લેખનીય છે કે દારાપુરી પર લખનૌમાં હિંસા ભડકાઈ હોવાનો આરોપ લાગ્યો હતો અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટને આધાર બનાવીને તેમને યૂપી પોલીસે કસ્ટડીમાં પણ લીધા હતા. પોલીસે દારાપુરીને લખનૌમાં 19 ડિસેમ્બરનાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ થયેલા પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.