અમીરગઢ-આબુરોડ વચ્ચે ફોરલેન હાઇવે પર ચંદ્રાવતી ગામ પાસે રવિવારના સવારે ટ્રક અચાનક પુલ પરથી નીચે પટકાતા ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘવાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર આવી કાર્યવાહી હાથ ધરી હતી.
અમીરગઢ-આબુ રોડ વચ્ચે નેશનલ હાઇવે નંબર-27 પર નાગપુર તરફથી માલસામાન ભરીને ગુજરાત તરફ જતી ટ્રક નંબર આર. જે. 21-6 એ 5717ના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પુલથી નીચે ધડાકાભેર પટકાઈ હતી. જેમાં ટ્રકમાં ભરેલો સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો અને ટ્રકમાં સવાર ચાર ઇસમો પૈકીના ત્રણ ઇસમોને ગંભીર ઇજા થતાં તેઓનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં 108ની મદદથી સારવાર માટે લઈ જવાયો હતો.
આ ઘટનામાં તેજરામ, હુકમારામ, કુલદીપનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘવાયો હતો. આબુ રોડ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.