કલેક્ટરનો હોદ્દો સંભાળ્યાને 3 દિવસ પછી નારાયણ રેડ્ડી સાઇકલ પર સરકારી હોસ્પિટલની કામગીરી જોવા ગયા

હૈદરાબાદ: નિઝામાબાદના કલેક્ટર નારાયણ રેડ્ડી હોદ્દ્દો સંભળ્યાને 3 દિવસ પછી સરકારી હોસ્પિટલમાં કામગીરી જોવા માટે સાઈકલ લઈને પહોંચી ગયા હતા. તેઓ સામાન્ય કપડાંમાં સવારે 8 વાગ્યે હોસ્પિટલ પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે ઓપીડી સહિત અન્ય વોર્ડના દર્દી સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત નારાયણ રેડ્ડીએ આરઓ વોટર પ્લાન્ટ અને મેડિસિન સ્ટોરની પણ મુલાકાત લીધી.

કલેક્ટર હોસ્પિટલ આવ્યા હોવાના સમાચાર મળ્યા પછી થોડા હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિડેન્ટ ડો. રામુલુ આવી ગયા હતા. નારાયણ રેડ્ડીએ કલેક્ટરની જવાબદારી 24 ડિસેમ્બરે સંભાળ્યો હતો. નારાયણ રેડ્ડીએ કહ્યું કે, આ હોસ્પિટલ દેશમાં 17માં નંબર પર છે અને આસપાસના જિલ્લામાં પણ સૌથી મોટી છે. નિઝામાબાદનાં કલેક્ટર નારાયણ રેડ્ડીની હોસ્પિટલ વિઝિટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.