કાશ્મીર પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની મીટિંગ બોલાવાના પ્રયાસમાં ચીન અને પાકિસ્તાનને કેમ ઊંધા માથા પછડાટ ખાવી પડી તેના ખૂબ જ દિલચસ્પ તથ્ય સામે આવવા લાગ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ 12 ડિસેમ્બરના રોજ સુરક્ષા પરિષદના અધ્યક્ષને એ માંગણીનો પત્ર લખ્યો કે જેમાં તેમણે કાશ્મીરમાં ભયનું વાતાવરણ હોવાનું અને દક્ષિણ એશિયામાં તણાવ વધવાની વાત કહી. એ જ દિવસે UNએ અંતરધાર્મિક વાતચીત અને શાંતિ પર એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. UNએ આ પ્રસ્તાવમાં કરતારપુર કોરિડોરને ખોલવાના નિર્ણયનું સ્વાગત કર્યુ અને તેને અંતરધાર્મિક ભાવાનાઓનું સમ્માન અને પાડોશમાં શાંતિ કાયમ રાખવાની દિશામાં એક પહેલ ગણાવી.
આ અંગે એક મીડિયા રિપોર્ટમાં ખબર પડી કે આ સુરક્ષા પરિષદના સભ્ય દેશોની વચ્ચે પાકિસ્તાનનો પ્રસ્તાવ ચર્ચાનું કેન્દ્રબિંદુ બની ગયું કારણ કે આ પ્રસ્તાવ બીજું કોઇ નહીં પરંતુ ખુદ પાકિસ્તાને જ ત્રણ બીજા દેશોની સાથે મળીને રજૂ કર્યો હતો.
મોટાભાગના દેશોએ કરતારપુર કોરિડોરની પહેલના સંદર્ભ અને પ્રસ્તાવની ભાષાને કુરેશીના પત્રથી અલગ ગણાવ્યું. આ દેશોને લાગ્યું કે પાકિસ્તાન અને ચીન જે મુદ્દાને ઉઠાવી રહ્યા છે તેને દ્વિપક્ષીય સ્તર પર જ શ્રેષ્ઠ રીતે ઉકેલવા જોઇએ. પ્રસ્તાવનું મથાળું હતું ‘અંતરધાર્મિક અને અંતરસાંસ્કૃતિક વાતચીતને પ્રોત્સાહિત કરવી, શાંતિ માટે સહયોગની સમજ’ હતી. આ પ્રસ્તાવમાં કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાના નિર્ણયનું સ્વાગત કરતાં ભારત-પાકિસ્તાનની સરકારોની વચ્ચે સમજૂતીના વખાણ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.