ભારત આગામી વર્ષોમાં અર્થવ્યવસ્થાના મામલે જર્મની અને જાપાનને પણ પછાડી દેશે અને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. બ્રિટેનની સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)ના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2026 સુધી જર્મનીને પાછળ છોજી ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની દશે અને ત્યારબાદ તે 2034 સુધી જાપાનને પાછળ છોજી દુનિયાની ત્રીજી સૈથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારત વર્ષ 2026 સુધીમાં તો 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. એટલે આ રિપોર્ટ અનુસાર આગામી સાત વર્ષમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બની જશે. વડા પ્રધાન મોદીની સરકારે વર્ષ 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પણ આ રિપોર્ટ પ્રમાણે લક્ષ્યના બે વર્ષ બાદ ભારત પાંચ ટ્રિલિયન ઈકોનોમી બનશે.
વર્લ્ડ ઈકોનોમિક લીગ ટેબલ 2020 શીર્ષકવાળા આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ભારતે નિર્ણાયક પ્રોગ્રેસ હાંસલ કરતાં 2019માં જ ફ્રાંસ અને યુકેને પાછળ છોડીને દુનિયાની પાંચમી સૌથી મોટી ઈકોનોમીનું ટેગ હાંસલ કર્યું છે. હવે ઉમ્મીદ છે કે, 2026માં જર્મનીને પાછળ છોડીને ચોથી અને 2034માં જાપાનને પણ પાછળ છોડી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.
જો કે, હાલ ભારતીય અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઈ રહી છે, અને 5 ટ્રિલિયન ડોલરનો લક્ષ્ય પૂરો થશે કે કેમ તેની ઉપર પણ લોકો સવાલો ઉભા કરી રહ્યા છે. હાલમાં જ RBIના પૂર્વ ગવર્નર સી. રંગરાજને કહ્યું હતું કે, હાલમાં જે ગ્રોથ રેટ છે, તેને જોતાં 2024-25 સુધી જીડીપી 5 ટ્રિલિયન સુધી પહોંચવાનો કોઈ સવાલ જ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.