જ્યાં પણ યાત્રા રોકાણ કરશે ત્યાં રાત્રે ગાંધી સત્સંગ અને ગાંધી વિચારોનો ફેલાવો કરશે. જ્યારે સવારે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમો ક અમદાવાદ : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરાયું છે. કોંગ્રેસ દ્વારા આગામી 27 સપ્ટેમ્બરથી 2 ઓકટોબર સુધી ગાંધી સંદેશ યાત્રા યોજશે. આ યાત્રા બે ભાગમાં યોજાશે. મીઠાનાં સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમી દાંડીથી સાબરમતી આશ્રમ સુધીની યાત્રા નીકળશે. જ્યારે બીજીયાત્રા પોરબંદરથી નીકળી સાબરમતી આશ્રમ સુધીની નીકળશે. આ બંને યાત્રા મોટરસાયકલ પર નીકળશે.
બે ભાગમાં કરાશે ગાંધી યાત્રા
ગાંધીજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રા યોજાશે. જેમાં પોરબંદરથી અમદાવદા સાબરમતી આ્શ્રમ સુધીની યાત્રાનું નેતૃત્વ વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી કરશે. જ્યારે દાંડીથી સાબરમતી આશ્રમ સુધીની યાત્રાનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરશે. આ બંને યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો તબક્કાવાર જોડાશે. દાંડીથી સાબરમતી સુધીની યાત્રા 368 કિલોમીટર 10 શહેર જિલ્લાઓમાંથી પસાર થશે. જ્યારે પોરબંદરથી સાબરમતી સુધીની યાત્રા 412 કિલોમીટર શાત જેટલા શહેર જિલ્લામાંથી પસાર થઈને 2 ઓક્ટોબરે અમદાવાદ ખાતે પહોંચશે. જ્યાં પણ યાત્રા રોકાણ કરશે ત્યાં રાત્રે ગાંધી સત્સંગ અને ગાંધી વિચારોનો ફેલાવો કરશે. જ્યારે સવારે પ્રભાત ફેરી જેવા કાર્યક્રમો કરશે.
પદયાત્રા પણ કરાશે
આ બંને મોટર સાયકલ યાત્રા 27 સપ્ટેમ્બરથી શરુ થશે અને 2 ઓક્ટોબરે અમદાવાદનાં પાલડી કોચરબ આશ્રમ ખાતે પરત ફરશે. જ્યાં અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો જોડાશે. આ આગેવાનો પાલડી કોચરબ આશ્રમથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.