સુરતના સાંસદ દર્શના જરદોશ પોતાની નિષ્ક્રિયતા ને લીધે ઘણી વાર ચર્ચામાં આવ્યા હોય છે આ મહિને શિયાળુ સત્ર દરમિયાન ભાજપના મહિલા સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો માંડયો હતો. રાહુલ ગાંધીના “ભારત બળાત્કારનો દેશ તરીકે ઓળખાય છે” તે નિવેદન પર વિરોધ કરવા ઉતરેલા મહિલા સાંસદોએ ને શરમ છોડી ને વિરોધ નોંધાવ્યો હતો અને “રાહુલ ગાંધી માફી માંગે” તેવી માંગ કરી હતી. આ મુદ્દાને લઇને સુરત ના સાંસદ દર્શનાબેન જરદોશ પણ વિરોધમાં જોડાયા હતા, ત્યારે તેમના વિરોધ નો ફોટો સોશિયલ મીડિયામાં મૂકીને સુરતના વંદન ભાદાણી નામના યુવાને લખ્યું હતું કે, મેડમ તમે અજાણ હશો પરંતુ સુરત બળાત્કારના મામલે ગુજરાતમાં પ્રથમ નંબર પર છે.
પોતાને સત્ય સહન ન થયું હોય તેમ સુરતના સાંસદ શ્રી બેશરમ થઈને પોલીસ કમિશનર પાસે પહોંચી ગયા હતા. અને આ યુવાન સહિત આ યુવાનની પોસ્ટ પર કોમેન્ટ કરનાર અન્ય ૧૨ યુવાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ આપી હતી.
સાંસદ દર્શના જરદોશે ઉલ્લેખ કર્યો છે કે વંદન ભાદાણી નામનો યુવાન તેમને છેલ્લા કેટલાક દિવસથી હેરાન પરેશાન કરી રહ્યો છે. આ બાબતે યુવાન સાથે વાતચીતમાં વંદન ભાદાણીએ જણાવ્યું હતું કે, તેની ફેસબુક પોસ્ટમાં કોઈ વાંધાજનક શબ્દ કે કોમેન્ટ ન હોવા છતાં સત્તાના જોરે સત્ય બોલતા યુવાનોને દબાવવાની કોશિશ સાંસદ કરી રહ્યા છે. અને પોલીસ પણ તેમના ઈશારે દબાણવશ થઈને યુવાનોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોલાવીને માફીપત્ર લખો નહિતર ફિટ કરી દઈશું તેમ ચીમકી આપી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.