પાકિસ્તાન-ચીનની ‘કુંડળી’ ઓળખનાર બન્યા નવા આર્મી ચીફ, જાણો તેમનું સફરનામું એક ક્લિક પર

ઇન્ડિયન આર્મીને નવા મુખ્યા મળી ગયા છે. મંગળવારના રોજ લેફ્ટિનેંટ જનરલ મનોજ મુકુંદ નરવણે એ આર્મીની કમાન સંભાળી. નરવણે એ જનરલ બિપિન રાવતનું સ્થાન લીધું. બિપીન રાવત ત્રણ વર્ષ સુધી સેનાના પ્રમુખ રહ્યા બાદ દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિમણૂક કરાયા છે.

નવી દિલ્હીના સેના ભવનમાં રાવતે પરંપરા અંતર્ગત બેટન સોંપીને નરવણેને ચાર્જ સોંપ્યો. મહારાષ્ટ્ર સાથે તાલ્લુક ધરાવતા નરવણેને મુશ્કેલ મોરચા પર સફળ અને શ્રેષ્ઠ નેતૃત્વ ક્ષમતા માટે ઓળખાય છે. તેમની સાથે જ નવા આર્મી ચીફ પોતાના સહકર્મી અને સ્ટાફની વચ્ચે સ્પષ્ટ છબી અને સારા વ્યવહાર માટે પણ લોકપ્રિય છે. ચીનની સાથે જોડાયેલા સુરક્ષા બાબતો પર પણ જનરલ નરવણેની મજબૂત પકડ છે. તો આવો આપને જણાવીએ દેશના નવા સેના પ્રમુખનું સફરનામું

એલર્ટ અધિકારી, કેટલાંય ઍવૉર્ડથી સમ્માનિત

નરવણે અત્યાર સુધી સેના ઉપ-પ્રમુખ હતા. સેનાના વરિષ્ઠ અધિકારીઓની વચ્ચે નરવણે હંમેશા એલર્ટ રહેનાર અધિકારી તરીકે ઓળકાય છે. કહેવાય છે કે જવાનોને પણ આમ જ રહેવાનું કહેતા હતા, ભલે એલએસી પર શાંતિ કેમ ના હોય. તેમના માટે હંમેશા એ અગત્યનું હોય છે કે કોઇપણ પ્રકારનું તેમના જવાનને કોઇ નુકસાન ના પહોંચે. પોતાની લાંબી કેરિયરમાં જનરલ નરવણેને કેટલાંય સમ્માન મળ્યા છે. તેમને સેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલથી પણ સમ્માનિત કરાઇ ચૂકયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.