ચીને એવું કારનામું કર્યું કે દુનિયા માત્ર જોતી જ રહેશે. જી હા કોંક્રિટ ટાવરનો એવો જબરદસ્ત તોતિંગ કોંક્રિંટ ટાવરનો બ્રીજ બનાવ્યો છે જેને તે આજે ખુલ્લો મૂકશે. કહેવાય છે કે એન્જિનિયરિંગનો આ ઉત્તમ નમૂનો હશે.
ચીને પિંગટાંગ અને લુઓડિયાન નામની કાઉન્ટીને જોડવા માટે દુનિયાનો સૌથી ઊંચો પિંગટાંગ ગ્રાન્ડ કોંક્રિટ ટાવર બ્રિજ તૈયાર કરી દીધો છે. દક્ષિણ-પશ્ચિમ ચીનના ગિયાઝોઉ પ્રાંતમાં આવેલ આ બંને પર્વતીય ક્ષેત્રો સુધી હવે સરળતાથી પહોંચી શકાશે. 2135 મીટર લાંબા આ બ્રિજ પર આજથી વાહનવ્યવહારની શરૂઆત થઇ જશે. આ બ્રિજ સાથે જોડાયેલા 93 કિમી લાંબા પિંગટાંગ લુઓડિઆન એક્સપ્રેસ વેનું પણ ઉદઘાટન આજે કરાશે.
બ્રીજની 110 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ
એક્સપ્રેસ વે અને બ્રીજ બનવાથી બંને ક્ષેત્રો વચ્ચેનું અંતર કાપવાનો સમય અઢી કલાક જેટલો ઘટીને હવે એક કલાક થઈ જશે. કાઓડુ નદી ખીણમાં 332 મીટરની ઊંચાઈએ બનાવેલા આ બ્રીજ ત્રણ ટાવર પર ઉભો છે. તેની ઊંચાઈ 110 માળની ઈમારત જેટલી છે. ખરેખર ચીન પર્વતીય ક્ષેત્રોની ગરીબી દૂર કરવા માટે ત્યાં પર્યટનની સુવિધા વધારી રહ્યું છે. આ બ્રિજ તેની કવાયતનો જ ભાગ છે. તેના પર 2016માં કામની શરૂઆત થઈ હતી. આ બ્રિજ પર 80 કિમીની ઝડપે વાહનો દોડાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.