ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 5 માર્ચ થી 17 માર્ચ સુધી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા યોજાશે જ્યારે 5 માર્ચ થી 21 માર્ચ ધોરણ 12ની સામાન્ય પ્રવાહ પરીક્ષા યોજાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પરીક્ષાના નવા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 29 નવા કેન્દ્રોની ફાળવણી થઈ છે જ્યારે બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 9 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ 2019-20નું એકેડમિક કેલન્ડર જાહેર કરાયુ છે. જે મુજબ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થશે. નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણના કુલ 246 દિવસો રહેશે. જ્યારે 4મે થી ઉનાળુ વેકેશન શરૂ થશે.

માર્ચ 2020ની ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા માર્ચથી શરૂ થશે અને 21મી માર્ચ સુધી ચાલશે. ધો. 9 અને 11 માટેની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન લેવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.