કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે, ત્યારે હવે તેમાં સાધ્વી નિરંજને પણ ઝુકાવતાં કહ્યું કે, પ્રિયંકાએ ગાંધી અટક છોડી પ્રિયંકા ફિરોઝ નામ કરી દેવું જોઇએ.
કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે નવરાત્રીમાં આ મંત્ર દ્વારા હવન કરાય છે. ભગવાન કરે કે તેમના મનમાં કોઇ ખોટો વિચાર હોય તો તેમને જ્ઞાન અને સદબુદ્ધિ આપે. પ્રિયંકા ગાંધીને ભગવાનની ઓળખ નથી. ભગવો તો સનાતન ધર્મના સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતીક છે.
તેમણે કહ્યું કે જે રીતે તેઓ આગ લગાવનારાઓનું સમર્થન કરી રહી છે, તે બાપુની વિચારધારા નથી. પ્રિયંકાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભગવા ધારણ કરવા જેવું કામ કરતા નથી અને બદલાની ભાવનાથી કામ કરી રહ્યા છે, જેના જવાબમાં મુખ્યમંત્રી કચેરીએ કહ્યું કે, વારસામાં રાજનીતિ મેળવનારા અને દેશને ભૂલીને તુષ્ટીકરણની રાજનીતિ કરનારા લોકો સેવાનો અર્થ શું સમજે ? એ બાદ પ્રિયંકાએ એક મંત્ર ટ્વિટ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.