ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષના જશ્નનું જોરદાર સેલિબ્રેશન થયું. રાત્રે 12 વાગતા જ દેશમાં તેની ધામધૂમથી સ્વાગત કરાયું. રસ્તા પરથી લઇ સોશિયલ મીડિયા સુધી લોકો એકબીજાને 2020ના આગમન પર અભિનંદન પાઠવતા રહ્યા. ગુજરાતના અમદાવાદથી લઇ દિલ્હી, પટના, લખનઉ ભોપાલ, ગોવા, મુંબઇ સુધી નવા વર્ષનું ધામધૂમથી જશ્ન મનાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 2020ની ખાસ શુભેચ્છા સોશિયલ મીડિયા પર પાઠવી.
જો કે નવા વર્ષની સૌથી પહેલી દસ્તક ન્યૂઝીલેન્ડમાં દીધી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં મનાવાઇ. કયાંક જોરદાર આતિશબાજીની સાથે આકાશમાં સુંદર આકૃતિઓ ઉપસીને 2020નું વેલકમ થયું તો કયાંક બૌધ ભિક્ષુઓએ શાંતિનો સંદેશ આપી 2020નું સ્વાગત કર્યું.
ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલાં જશ્નનો આગાઝ એટલા માટે થયો કારણ કે ત્યાંનો સમય ભારતીય સમય કરતાં 7.30 કલાક આગળ છે. ન્યૂઝીલેન્ડ બાદ રશિયામાં નવા વર્ષનું સેલિબ્રેશન થયું. ભારતમાં સાંજે 5.30 વાગ્યાથી નવા વર્ષનું સેલિબ્રેશન શરૂ થઇ ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.