નવા વર્ષે ICICI તરફથી ગ્રાહકોને ભેટ, ટ્રેનની ટિકિટ બુક કરાવવા પર કન્વીનિયન્સ ચાર્જ નહીં લાગે

જો તમે નવા વર્ષમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI તેના ગ્રાહકોને ટ્રેનની ટિકિટ બુક કરાવવા પર ઝીરો કન્વીનિયન્સ ચાર્જની ઓફર આપી રહી છે. એટલે કે, ટિકિટ ભાડામાં ઝીરો કન્વિનિઅન્ટ ચાર્જ રૂપે તમારા પૈસા બચી જશે.

બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એસી ટિકિટ પર ઝીરો કન્વીનિયન્સ ચાર્જની ઓફર માન્ય નથી. બેંકની આ ઓફર હેઠળ, ગ્રાહકે તમામ નોન-એસી ટિકિટ બુક કરાવવાની રહેશે. આ ઓફર હેઠળ, ટ્રાન્ઝેક્શનની કોઈ લિમિટ નથી. આ ઓફર વોઇડ ટ્રાન્ઝેક્શન (રદબાતલ વ્યવહારો) પર લાગુ નથી. આ માટે ગ્રાહકે બેંકની iMobile app અથવા Internet Banking દ્વારા બુકિંગ કરાવવાની રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.