રાજનીતિમાં ઝૂકાવ? દેશના પહેલાં CDS રાવતે આપ્યો જડબાતોડ જવાબ, સરકાર અંગે કહ્યું….


દેશના પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ જનરલ બિપિન રાવતે કહ્યું કે અમારું ફોકસ ત્રણેય સેનાઓને મળી ત્રણ નહીં પરંતુ 5 કે પછી 7 કરવા પર હશે. તેમણે કહ્યું કે ત્રણેય સેનાઓ 1+1+1 મળીને 3 નહીં પરંતુ 5 કે 7 હશે. પીઓકેને લઇ પ્રશ્ન પૂછવા પર જનરલ રાવતે કહ્યું કે જે પણ પ્લાન બનાવીએ છે તે પબ્લિકમાં શેર કરતા નથી. રાજકીય ઝૂકાવના આરોપો પર જવાબ આપતા રાવતે કહ્યું કે સેના સરકારના આદેશો પર કામ કરે છે.

પોતાના કામને લઇ તેમણે કહ્યું કે આર્મી, નેવી, અને એરફોર્સની વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનું છે. આ ત્રણેય ફોર્સ ટીમ વર્કની અંતર્ગત કામ કરશે અને તેના પર નજર રાખવાનું કામ સીડીએસ કરશે. તેમણે કહ્યું કે અમે ત્રણેય સેનાઓની જોડને ત્રણ બનાવાની નથી પરંતુ 5 કે 7 કરવાની છે.

વિપક્ષના વિરોધ પર બોલ્યા- અમે રાજકારણથી દૂર રહીએ છીએ
બિપિન રાવતે કહ્યું કે અમારું ફોકસ સેનાઓના સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ, જોઇન્ટ અભ્યાસ પર રહેશે. પોતાની નિમણૂક પર રાજકીય વિરોધને લઇ રાવતે કહ્યું કે અમે રાજનીતિથી દૂર રહીએ છીએ. વિપક્ષી દળોની તરફથી રાજકીય ઝૂકાવના આરોપોને લઇ રાવતે કહ્યું કે જે પણ સરકાર હોય છે, અમે તેના આદેશો પર કામ કરીએ છીએ.

શહીદોને નમન બાદ અધિકારીઓને મળ્યા રાવત

જનરલ બિપિન રાવતે પોતાના કાર્યકાળના પહેલા દિવસની શરૂઆત દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કરવાની સાથે કરી. તેમણે આર્મી ચીફ મનોજ મુકુંદ નરવાણે, નેવી ચીફ કર્મબીર સિંહ અને એર ચીફ માર્શલ રાકેશ સિંહ ભદૌરિયા સહિત અન્ય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની સાથે મુલાકાત કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.