ભારતના નવા નકશાથી ફરી નેપાળનું ‘ભૂત ધૂણિયું’? કાલાપાણીને લઇ કહ્યું કે…


નેપાળે વિવાદાસ્પદ કાલાપાણી વિસ્તારના મુદ્દાને ઉકેલવા માટે ભારત પર દબાણ વધારતા કહ્યું કે તેનો ઝડપથી ઉકેલ લાવવો જોઇએ. નેપાળે કહ્યું કે આ વિસ્તાર અમારા દેશમાં આવે છ અને બંને દેશોની વચ્ચે સંબંધોની મધુરતાને બનાવી રાખવા માટે આ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર છે.

નેપાળના રાજદૂત નિલંબર આચાર્યએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે બંને દેશોની વચ્ચે શ્રેષ્ઠ સંબંધ બનાવી રાખવા માટે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ. જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠન બાદ ભારતની તરફથી નવો રાજકીય નકશો આવ્યા બાદ કાળાપાણી વિસ્તારને લઇ નેપાળ સાથે એક વખત ફરીથી મતભેદ ઉભરી આવ્યો છે.

ભારત-નેપાળ અને ચીન ત્રિકોણ પર આવેલા આ વિસ્તારને ભારત સરકારે પોતાની સરહદમાં દેખાડ્યો છે. આચાર્ય એ કહ્યું કે ભારત અને નેપાળની વચ્ચે વિવાદોને ઉકેલવા માટે સચિવ સ્તરનું મિકેનિઝ્મ રહ્યું છે, જેન અહીં ઉપયોગ કરવો જોઇએ. તેમણે કહ્યું કે અમે સચિવ સ્તરના મિકેનિઝમ દ્વારા જ મુદ્દાને ઉકેલવો જોઇએ. 1815મા થયેલ સુગોલી ટ્રીટીના મતે પણ કાળાપાણી વિસ્તાર નેપાળના ભાગમાં આવે છે. નેપાળના નાગરિકોની પણ આ જ ભાવના છે. તેમણે કહ્યું કે અમે માનીએ છીએ કે ભારત વાતચીતથી પાછળ હટવાનું નથી, પરંતુ નેપાળ માંગે છે કે આ મુદ્દા પર ઝડપથી વાતચીત થાય. નેપાળ કાળાપાણીના મુદ્દાને નાનો માનતી નથી. જો આ મુદ્દો ઉકેલાશે તો બંને દેશોની વચ્ચે વિશ્વાસ વધશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.