રાજકોટમાં જાણીતા ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસે દરોડા પાડ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વોટરપાર્કમાં દરોડા કર્યા છે. જેમાં પોલીસે દરોડા કરીને દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે. ત્યારે અહીં ક્રિષ્ના વોટરપાર્કમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. પાર્ટીમાં પોલીસકર્મીઓ જ દારૂના નશામાં ઝડપાયા છે. DySP, PI, PSI કક્ષાના અધિકારીઓ પાર્ટીમાં હાજર હતા. SOGના અધિકારી નિવૃત્ત થતા પાર્ટી યોજાઈ હતી.
CMના શહેરમાં ક્રિષ્ના વોટરપાર્કમાં પોલીસ દ્વારા પોલીસ પર રેડ કરવામાં આવી છે. નેતાનો વોટરપાર્ક હોવા છતા પોલીસે હિમ્મત દાખવી રેડ કરી હતી. વિજય રૂપાણી સરકારે નવો ચિલો ચાતર્યો છે. ઉચ્ચ લેવલથી આદેશ હોવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ACP એસ.આર ટંડેલની ટીમે દરોડા પાડ્યા હતા.
45 જેટલા પોલીસ કર્મચારીઓ દારૂપાર્ટીમાં હોવાની શક્યતા
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વોટરપાર્કમાં દરોડા કરીને મોટો દારૂનો જથ્થો ઝડપ્યો છે. સાથે SOGના અધિકારી નિવૃત્ત થતા આ પાર્ટી યોજાઈ હતી. આ દારૂ પાર્ટીમાં DySP, PI, PSI કક્ષાના અધિકારીઓ હાજર હતા. વોટરપાર્કમાં પોલીસકર્મીઓની દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળી હતી. ત્યારે પાર્ટીમાં પોલીસકર્મીઓ જ દારૂના નશામાં ઝડપાયાની ચર્ચા થઇ રહી છે. 45 જેટલા પોલીસ અધિકારીઓ આ પાર્ટીમાં સામેલ હોવાની ચર્ચા થઇ રહી છે. આ પોલીસ કર્મીઓ દારૂના નશામાં હોવાની પણ વાત સામે આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા પોલીસ કર્મીની પાર્ટી પર રેડ કરવામાં આવી છે. વોટરપાર્કના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. મીડિયાકર્મીઓને અંદર જવા નથી દેવામાં આવી રહ્યા.
રાજકોટ શહેરના લોકો પોલીસ અને સરકારની કરી રહ્યા છે સરાહના
ત્યારે રૂપાણી સરકારે કડક દાખલો બેસાડ્યો છે. રેડ પાડનાર પોલીસ કર્મચારીઓને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે. મહેફીલ માણનાર પોલીસ કર્મીઓને પણ છોડવામાં નહીં આવે. મહેફીલમાં મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે. CMના શહેરમાં પોલીસે જ રેડ કરી છે. રાજ્ય સરકારની પણ સરાહના થઇ રહી છે.
ભાજપના નેતાનો છે વોટરપાર્ક
મહત્વની વાત છે કે આ ક્રિષ્ના વોટરપાર્ક ભાજપના અગ્રણી હરિભાઇ પટેલનો છે. ત્યારે આ વોટરપાર્કમાં દારૂની રેલમછેલ થઇ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા અહીં રેડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.